સચિન તેંડુલકરે ઈંગ્લેન્ડની પિચોના વ્યવહાર વિશે જણાવ્યું કે, “અહીં બેટ્સમેનોને પસંદ પડે તેવી પિચો હશે. વર્લ્ડ કપ ગરમીઓમાં રમાવાનો છે. જ્યારે સૂર્ય મેદાન પર ચમકતો હોય અને ગરમી પડતી હોય તો અહીની પિચ પાટા બની જાય છે.”
સચિનને કહ્યું છે કે, “મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ બેટિંગ પ્રમાણે વર્લ્ડ કપમાં શાનદાર ટ્રેક બનાવડાવશે.” સચિને કહ્યું- “મને નથી લાગતું કે અહીંની સ્થિતિ બહુ અલગ હશે, શરત એટલી કે વાદળો ના હોય. વાદળોના કારણે બોલ સ્વિંગ થઈ શકે છે. આવું થશે તો પણ લાંબા સમય માટે નહીં, શરુઆતની કેટલીક ઓવરો સુધી જ બસ.” વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલના પ્રદર્શનને લઈને સચિને કહ્યું- “કોઈ પણ ફોર્મેટમાં સારું પ્રદર્શન કરવાથી ખેલાડીઓનો આત્મવિશ્વાસ વધે છે. તમે કોઈ પણ ફોર્મેટમાં સારું પ્રદર્શન કરો તો તે મહત્વનું હોય છે.”