અમરેલીમાં કોંગ્રેસે વિપક્ષના નેતા અને ધારાસભ્ય પરેશ ધાનાણીને ટિકીટ આપી છે. જેઓ અમરેલી ઉપરાંત અન્ય બેઠકો પર પણ અસર પાડી શકે તેમ છે. પોરબંદરમાં વર્તમાન ધારાસભ્ય લલિત વસોયાને કોંગ્રેસે ટિકીટ આપી છે. વિઠ્ઠલ રાદડિયા આ વખતે ચૂંટણી લડવાના નથી, ત્યારે કોંગ્રેસ વસોયાને મેદાનમાં ઉતારીને આંદોલન દરમિયાન થયેલા ફાયદો ફરી મેળવવા માંગે છે. એવી જ રીતે ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાને રાજકોટથી ટિકીટ આપીને સાંસદ મોહન કુંડારિયા સામે મજબૂત ઉમેદવાર ઊભા રાખી દીધા છે.
આ પણ વાંચોઃ
લોકસભા 2019 : ભાજપ-કોંગ્રેસે કેટલા પાટીદારોને આપી ટિકીટ? જાણો વિગત
ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસે કેટલા ધારાસભ્યોને લોકસભાની ચૂંટણીમાં ઉતાર્યા મેદાનમાં, જાણો વિગત
લોકસભા-પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના તમામ ઉમેદવારો જાહેર, જાણો કોની કોની વચ્ચે જામશે જંગ?
સુરેન્દ્રનગરમાં કોંગ્રેસે લીંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલને ટિકીટ આપી છે. જેઓ અગાઉ બે વખત લોકસભા ચૂંટણી જીતી ચૂક્યા છે. ગત વખતે મોદી લહેરને કારણે તેઓ દેવજી ફતેપરા સામે હારી ગયા હતા. જોકે, ભાજપે આ વખતે ફતેપરાને રિપીટ કર્યા નથી અને ડો. મહેન્દ્ર મુંજપરાને ટિકીટ આપી છે. ત્યારે કોંગ્રેસને સોમાભાઈ પટેલ આ બેઠક જીતે તેવી આશા છે. ભાવનગર બેઠક પર કોંગ્રેસે મનહર પટેલને ટિકીટ આપી છે. . મનહર પટેલ લેઉઆ પટેલ સમાજમાંથી આવે છે. 2007માં ગુજરાત કિસાન અને ખેતમજૂર કોંગ્રેસના ઉપપ્રમુખ હતા. તો વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ તેઓ જોડાયેલા છે. 2002માં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારથી તેઓ કોંગ્રેસમાં સક્રિય છે.