અમદાવાદઃ લોકસભા ચૂંટણી જાહેર થતાં જ પક્ષ પલ્ટાની મૌસમ શરૂ થઈ ગઈ છે. વડોદરા જિલ્લાની સાવલી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ખુમાણસિંહ ચૌહાણ ફરી કોંગ્રસમાં જોડાયા છે. ખુમાણસિંહ 2017ની વિધાનસભામાં ટીકિટ ન મળતાં કોંગ્રેસ સાથે છેડો ફાડી NCPમાં જોડાયા હતા.



જોકે ફરી વર્ષ 2019માં તેઓ કોંગ્રેસમાં પાછા પરત ફર્યા છે, ત્યારે અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ તેમને ખેસ પહેરાવીર આવકાર્યા હતાં. આ ઉપરાંત તેમની સાથે અન્ય સભ્યો પણ કોંગ્રેસમાં જોડાયા હતાં.



કોંગ્રેસમાં જોડાયા બાદ ખુમાણસિંહે જણાવ્યું હતું કે, ઘર વાપસી કરીને આનંદ થયો હતો. 2017માં છાતી પર પથ્થર રાખી કોંગ્રેસ છોડી હતી. હવે ભૂલ સમજાઈ ગઈ છે. હું ભાજપની લાલચમાં આવ્યો નથી, બસ થોડું મનદુઃખ થતાં નારાજ થયો હતો. દેશમાં લોકશાહી જોખમમાં છે.