નવી દિલ્હીઃ  કોગ્રેસે શનિવારે  મોડી  રાત્રે લોકસભા ચૂંટણી માટે 38 ઉમેદવારોની આઠમી  યાદી જાહેર  કરી  હતી. જેમાં કોગ્રેસના ચાર પૂર્વ મુખ્યમંત્રીઓને લોકસભાની ચૂંટણી આપવામાં આવી છે જેમાં દિગ્વિજય સિંહ, અશોક ચૌહાણ, એમ.વીરપ્પા મોઇલી અને હરીશ રાવતના નામ સામેલ છે. દિગ્વિજય સિંહ ભોપાલથી ચૂંટણી લડશે.  કોગ્રેસ દ્ધારા  જાહેર કરવામાં  આવેલી 38 ઉમેદવારોની યાદીમાં ભોપાલથી  દિગ્વિજય સિંહ સિવાય અન્ય પણ  મહત્વના નામ સામેલ છે. મીનાક્ષી નટરાજન મંદસૌરથી ચૂંટણી લડશે. અશોક ચવ્હાણને નાંદેડથી ટિકિટ આપવામાં આવી છે જ્યારે અમરોહાથી રાશિદ અલ્વી ચૂંટણી લડશે.


કોગ્રેસે મથુરાથી મહેશ પાઠકને ઉમેદવાર બનાવ્યા છે. નોંધનીય છે કે અગાઉ એવી ચર્ચા હતી કે સપના  ચૌધરી મથુરાથી  કોગ્રેસની ઉમેદવાર બનશે.  પરંતુ હવે આ અટકળો પર વિરામ લાગી ગયો છે. કોગ્રેસ દ્ધારા જાહેર કરાયેલી આ લિસ્ટમાં  કોગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેને કર્ણાટકની સુરક્ષિત લોકસભા સીટ ગુલબર્ગાથી ટિકિટ આપી  છે.  ઉત્તરાખંડના  પૂર્વ મુખ્યમંત્રી હરિશ રાવતને નૈનીતાલ ઉધમસિંહ નગર લોકસભા બેઠક પરથી પાર્ટીએ ટિકિટ આપી છે. કર્ણાટકની ચિકબલપુરથી  પૂર્વ મુખ્યમંત્રી વીરપ્પા મોઇલને  કોગ્રેસે ટિકિટ આપી છે. મહારાષ્ટ્રના નાંદેડથી  પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણને કોગ્રેસે પોતાના ઉમેદવાર બનાવ્યા છે.