પણજીઃ ગોવામાં ભાજપની નવી સરકારનું બુધવારે વિધાનસભામાં શક્તિ પરિક્ષણ થશે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંત આવતીકાલે વિધાનસભામાં પોતાની બહુમત સાબિત કરશે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, રાજ્યપાલ મૃદુલા સિન્હાએ શક્તિ પરિક્ષણ માટે બપોરે સાડા અગિયાર વાગ્યે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. ભાજપ સરકારે 21 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો છે. જેમાં ભાજપના 12 તથા સહયોગી પક્ષ ગોવા ફોરવર્ડ પાર્ટી અને મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના ત્રણ-ત્રણ તથા ત્રણ અપક્ષય ધારાસભ્ય સામેલ છે. ગોવામાં અડધી રાતે નવા CMએ લીધા શપથ, કોણ નવા મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, જાણો તેમની અંગત જિંદગી લોકસભા ચૂંટણીઃ ત્રિપુરામાં ભાજપને મોટો ફટકો, પાર્ટી ઉપાધ્યક્ષે પક્ષ સાથે ફાડ્યો છેડો, આપ્યું આવું કારણ નોંધનીય છે કે રવિવારે મનોહર પર્રિકરના નિધન બાદ સોમવાર-મંગળવારે અડધીરાતે 1.50 વાગ્યે રાજ્યપાલે ડૉ. પ્રમોદ સાવંતને મુંખ્યમંત્રી, સુદિન ધવલીકર અને વિજય સરદેસાઈને ઉપમુખ્યમંત્રી સાથે નવ ધારાસભ્યને મંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. ગોવાની 40 બેઠકવાળી વિધાનસભાની વાસ્તવિક સંખ્યા ઘટીને 36 થઈ ગઈ છે. મનોહર પર્રિકર અને ભાજપ ધારાસભ્ય ફ્રાંસિસ ડિસૂઝાનું નિધન થયું હતું અને કૉંગ્રસેના બે ધારાસબ્યએ રાજીનામું આપી દીધું હતું. હાલમાં ગોવામાં કૉંગ્રેસ 14 ધારાસભ્ય સાથે સૌથી મોટી પાર્ટી છે. ગુજરાત ભાજપમાં કઈ બેઠક પરથી કયા નેતા લડી શકે છે ચૂંટણી? વીડિયોમાં જુઓ સંભવિત યાદી