અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી છ બેઠકોની પેટા ચૂંટણી માટે 21 ઓક્ટોબરે મતદાન યોજાયું હતું.  ગુરુવાર તારીખ 24 ઓકટોબરના રોજ યોજાનારી મતગણતરીની તૈયારીઓ પૂર્ણ તઈ ગઈ છે. સવારે 8 વાગે મતગણતરી શરૂ થશે. પહેલા વીવીપેટ દ્વારા અને બાદમાં ઈવીએમના મતની ગણતરી કરાશે.

વિધાનસભા પેટા ચૂંટણીઓની મતગણતરી દરમિયાન 6 બેઠકો ઉપર કુલ 613 અધિકારીઓ અને કર્મચારીઓની હાજરી રહેશે.મતગણતરી કેન્દ્રો ખાતે પોલીસની સુરક્ષાની થ્રી લેયર સિકયોરીટી રાખવામાં આવશે.

કઈ બેઠક પર કેટલું થયું મતદાન અને ક્યાં યોજાશે મતગણતરી

વિધાનસભા બેઠક               મતદાન                  મતગણતરી સ્થળ

થરાદ બેઠક                      68.93 ટકા          ગર્વમેન્ટ એેન્જીયરીંગ કોલેજ,જગાણા

રાધનપુર બેઠક                  62.91  ટકા         ગર્વમેન્ટ એન્જીનીયરીંગ કોલેજ,કતપુર,પાટણ

ખેરાલુ બેઠક                     46.19 ટકા          મરચન્ટ એન્જીનીયરીંગ કોલેજ ,બાસણા

બાયડ બેઠક                    61.05 ટકા          ગર્વમેન્ટ આર્ટસ કોલેજ,.વાત્રક

અમરાઇવાડી બેઠક             34.69 ટકા          કે.કા.શાસ્ત્રી કોલેજ,ખોખરા

લુણાવાડા બેઠક                51.24  ટકા        પી.એન.પંડયા આર્ટસ એન્ડ સાયન્સ કોમર્સ કોલેજ

કેમ યોજાઈ હતી પેટા ચૂંટણી

અમરાઈવાડી બેઠક : ભાજપના ધારાસભ્ય હસમુખભાઈ પટેલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી.

લુણાવાડા બેઠક : ભાજપના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ પંચમહાલ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી.

ખેરાલુ બેઠક : ભાજપના ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી.

થરાદ બેઠક : ભાજપના ઉમેદવાર પરબત પટેલ બનાસકાંઠા લોકસભા બેઠકમાં વિજેતા બનતા બેઠક ખાલી પડી હતી.

બાયડ બેઠક : કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રાજીનામું આપીને ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી હતી.

રાધનપુર બેઠક : કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર રાજીનામું આપીને ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી હતી.