
જોકે પતિ આ ઘટના બાદ ઉશ્કેરાઈ ગયો હતો અને પત્નીને માર મારીને આ અંગે કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેને લઈને પત્નીએ માધવપુર પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. માધવપુરા પોલીસ હાલ આ અંગે તપાસ કરી રહી છે.
પતિ સાથેના લગ્નજીવનથી બે સંતાનો છે. લગ્નના 10 વર્ષ બાદથી પતિએ શારીરિક માનસીક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિના મોબાઈલ ફોનમાં અન્ય સ્ત્રી પતિનો ફોટો જોઈ પુછપરછ કરતાં યોગ્ય જવાબ આપ્યો ન હતો. ત્યાર બાદ ઓઢવ ખાતે 2018માં ભાડાના મકાનમાં રહેવા માટે લઈ ગયો હતો.
ઓઢવમાં પતિને અન્ય યુવતી સાથે રંગરેલિયા મનાવતો હતો તે દરમિયાન પત્ની રૂમમાં આવી ગઈ હતી. આ બાબતે પતિએ પત્નીને મારી મરજીથી હું ગમે તે કરું તારે શું તેમ કહી મારઝૂડ કરી હતી.