અમદાવાદઃ ગુજરાતની છ બેઠકો માટે 21 ઓક્ટોબરે યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ ગયા છે. ગુજરાતની છ વિધાનસભાની બેઠકોમાંથી ત્રણ પર ભાજપ અને ત્રણ પર કોંગ્રેસનો વિજય થયો છે.
ભાજપની વાત કરીએ તો ભાજપે અમદાવાદની અમરાઇવાડી, ખેરાલુ અને લુણાવાડા બેઠક પર વિજય મેળવ્યો છે. જ્યારે કોગ્રેસે રાધનપુર, બાયડ અને થરાદ બેઠક પર વિજય મેળવ્યો છે. બાયડ અને રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ રાજીનામું આપતાં ચૂંટણી યોજાઇ હતી. તેઓ ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા. જોકે, તેઓ ચૂંટણી જીતી શક્યા નથી. થરાદ બેઠકની વાત કરીએ તો આ બેઠક પરબત પટેલે સાંસદ બનતા ખાલી કરી હતી. જોકે, આ બેઠક પર કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતનો વિજય થયો છે.
ખેરાલુમાં ભાજપના અજમલજી ઠાકોર 29,026 મતથી જીત્યા છે જ્યારે થરાદ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 6390 મતે જીત્યા હતા. લુણાવાડા બેઠક પર ભાજપના ઉમેદવારની 12028 મતોથી જીત થઈ છે. આ બેઠક પર ભાજપ તરફથી જીગ્નેશ સેવક મેદાનમાં હતા. જ્યારે કૉંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપી હતી.અમરાઈવાડી બેઠક પરથી ભાજપના ઉમેદવાર જગદીશ પટેલનો 4,000થી વધુ મતની લીડથી વિજય થયો હતો. રાધનપુર પરથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરનો 3814 મતથી પરાજય થયો હતો.
ગુજરાતઃ પક્ષપલટો કરી ભાજપમાં જોડાયેલા અલ્પેશ-ધવલસિંહની હાર, 3 બેઠક પર ભાજપની જીત
abpasmita.in
Updated at:
24 Oct 2019 07:21 AM (IST)
ગુજરાતમાં યોજાયેલી 6 બેઠકોની પેટાચૂંટણીમાંથી ભાજપ અને કોંગ્રેસનો 3-3 બેઠક પર વિજય થયો છે. જોકે, સૌથી મહત્વની ગણાતી રાધનપુર-બાયડ બેઠક પર ભાજપના અલ્પેશ-ધવલસિંહનો પરાજય થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -