હિમાંશીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી કહ્યું છે કે હું બિગ બૉસ 13માં વાઇલ્ક કાર્ડ એન્ટ્રીમાં ભાગ નથી લેવાની. મે અત્યાર સુધીમાં 2 વાર આ ઓફરને ફગાવી દીધી છે. કારણ કે આ શો મારા સંસ્કારોની વિરુદ્ઘ છે. જો કે તેની વાતોથી બિગ બોસના ઘરમાં બેડ શેરિંગ કોન્સેપ્ટને લઇને કહેવામાં આવી રહ્યું હોય તેમ મનાય છે.
હિમાંશી તેની પોસ્ટમાં સ્પષ્ટ કર્યું છે કે તે બિગ બોસ 13 ઘરમાં નહીં જાય. જો કે આ વાતથી તેના ફેન્સ ખુબ જ નિરાશ થયા છે. હમણાં થોડા સમય પહેલા જ હિમાંશી અને શહનાજ ગિલ સોશિયલ મીડિયામાં જવાબી પ્રહારને લઇને ચર્ચામાં હતી. આ લડાઇ ખૂબ જ જૂની છે પણ શહનાજ બિગ બોસ 13 ઘરમાં પહોંચતા આ વિવાદ પાછો આવ્યો હતો. અને તે બંનેના વીડિયોજ વાયરલ થયા હતા. જેમાં તેમણે લાઇવ વીડિયો એકબીજાને ખરી ખોટી સંભળાવી હતી.