ડીકે શિવકુમારે કહ્યું, હવે પરત આવી ગયો છું, તમારા સમર્થન માટે આભાર
abpasmita.in | 23 Oct 2019 10:53 PM (IST)
શિવકુમારને ઈડીએ એક મામલામાં ત્રણ સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી. તેમને 25 લાખના પર્સનલ બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ કોંગ્રેસના સંકટમોચક તરીકે ઓળખાતા ડીકે શિવકુમારે જેલમાંથી બહાર આવ્યા બાદ કહ્યું કે, હવે હું પરત આવી ગયો છું. તમારા સમર્થન માટે આભાર. મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરવામાં આવેલા કર્ણાટક કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારને દિલ્હી હાઇકોર્ટે જામીન આપ્યા હતા. ડીકે શિવકુમારને 25 લાખના પર્સનલ બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. હાઇકોર્ટે ડીકે શિવકુમારને મંજૂરી વગર બહાર જવા પર પણ રોક લગાવી છે. ઉપરાંત શિવકુમારને તપાસમાં સહયોગ આપવાનો આદેશ કર્યો છે. આજે સવારે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમની સાથે જેલમાં મુલાકાત કરી હતી. શિવકુમારને ઈડીએ એક મામલામાં ત્રણ સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી. કોંગ્રેસે તપાસ એજન્સીઓ રાજકીય બદલાની ભાવનાથી કામ કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો. ઉપરાંત કાનૂનનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાવ્યું હતું.