નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ શનિવારે રાતે વધુ એક લિસ્ટ જાહેર કર્યું હતું. જેમાં ભાજપે 46 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ગુજરાતમાં ભાજપે 15 ઉમેદવારો જાહેર કર્યાં હતા. જેમાંથી 14 ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે સુરેન્દ્રનગર સીટ પરથી દેવજી ફતેપરાની ટીકિટ કાપીને તેમના સ્થાને ડો. મહેન્દ્રભાઈ મુંજપરાને ટીકિટ આપવામાં આવી છે.



ગાંધીનગર બેઠક પરથી લાલકૃષ્ણ અડવાણીનું પણ પત્તું કપાયું છે. તેમના સ્થાને અમિતા શાહને ટીકિટ આપવામાં આવી છે. અમિત શાહ પહેલીવાર લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે.



દેવજી ફતેપરાએ ટીકિટ કપાતાં તેઓ નારાજ થયા હતા અને જણાવ્યું હતું કે, જેમને ટીકિટ મળી છે તે મહેન્દ્ર મુંજપરા કોઈ સમાજમાં ગયા નથી. તેમને કોઈ લોકો ઓળખતા નથી. મેં મારા સમાજની મીટિંગ બોલાવી છે. સમાજ કહેશે તો પક્ષ છોડવા પણ તૈયાર છું.