કોંગ્રેસ દ્વારા છમાંથી ચાર બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. અમરાઈવાડી બેઠક પરથી ધર્મેન્દ્ર પટેલ, લુણાવાડા બેઠક પર ગુલાબસિંહ ચૌહાણ, થરાદ ગુલાબસિંહ રાજપૂત, બાયડથી જશુ પટેલને ટિકિટ ફાળવી છે. કોંગ્રેસ રાધનપુર બેઠક પર ઉમેદવારની સત્તાવાર જાહેરાત નહીં કરે. આવતીકાલે કોંગ્રેસ ઉમેદવારને સીધો જ મેન્ડેટ આપશે.
કેમ થઈ રહી છે આ સીટો પર પેટા ચૂંટણી
અમરાઈવાડી બેઠક : ભાજપના ધારાસભ્ય હસમુખભાઈ પટેલ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી.
લુણાવાડા બેઠક : ભાજપના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ પંચમહાલ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી.
ખેરાલુ બેઠક : ભાજપના ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટાતા બેઠક ખાલી પડી હતી.
થરાદ બેઠક : ભાજપના ઉમેદવાર પરબત પટેલ બનાસકાંઠા લોકસભા બેઠકમાં વિજેતા બનતા બેઠક ખાલી પડી હતી.
બાયડ બેઠક : કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા રાજીનામું આપીને ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી હતી.
રાધનપુર બેઠક : કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર રાજીનામું આપીને ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી હતી.
મહારાષ્ટ્રમાં કોંગ્રેસે 51 ઉમેદવારોના નામ કર્યા જાહેર, જાણો કયા દિગ્ગજ નેતાઓને મળી ટિકિટ, જુઓ લિસ્ટ
ભારે વરસાદથી દ્વારકાના કયા ત્રણ જિલ્લામાં આવતીકાલે સ્કૂલોમાં રજા જાહેર કરાઈ, જાણો વિગત
નેપાળના કેપ્ટને T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોહલી-ગેઈલ પણ નથી કરી શક્યા આ કારનામું, જાણો વિગતે