ગુજરાત પેટાચૂંટણીઃ રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર કેટલા મતથી પાછળ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Oct 2019 09:09 AM (IST)
રાધનપુર અને બાયડ બેઠક પર કોંગ્રેસના બંને ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે, જ્યારે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પાછળ ચાલી રહ્યા છે.
અમદાવાદઃ ગુજરાતમાં યોજાયેલી છ વિધાનસભાની પેટાચૂંટણીની આજે મતગણતરી થઈ રહી છે. આજે અમરાઇવાડી, બાયડ, ખેરાલુ, રાધનપુર, થરાદ અને લુણાવાડા વિધાનસભા બેઠકોની મતગણતરી થઈ રહી છે. રાધનપુર બેઠકની વાત કરીએ તો આ બેઠક પર ભાજપમાંથી અલ્પેશ ઠાકોર ચૂંટણી રહ્યા છે. પ્રથમ રાઉન્ડના અંતે 796 મતથી અલ્પેશ પાછળ, જ્યારે કોંગ્રેસના રઘુ દેસાઇ આગળ ચાલી રહ્યા છે. એવી જ રીતે બાયડમાં પણ ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા પણ પાછળ ચાલી રહ્યા છે. નોંધનીય છે કે, આ બંને ઉમેદવારો કોંગ્રેસ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા આ બે બેઠકો પર ચૂંટણી યોજાઇ રહી છે. ત્યારે હવે તેઓ જીતશે કે કેમ તેના પર સૌની નજર મંડાયેલી છે.