અમદાવાદઃ ગુજરાતની છ વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામ આવવાના શરૂ થઈ ગયા છે. અત્યાર સુધીમાં ત્રણ બેઠકના પરિણામ આવી ગયા છે. ત્રણમાંથી બે બેઠક પર કોંગ્રેસ અને એક બેઠક પર ભાજપનો વિજય થયો છે. હાલ, થરાદ બેઠકના આવેલા પરિણામ પ્રમાણે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતનો વિજય થયો છે.


આ ઉપરાંત બાયડ બેઠક પર પણ ભાજપના ધવલસિંહ ઝાલાનો કોંગ્રેસના જશુભાઈ પટેલનો વિજય થયો છે. તો ખેરાલુ બેઠક પર ભાજપના અજમલજી ઠાકોરનો વિજય થયો છે. અજમલજીનો કોંગ્રેસના ઉમેદવાર સામે 25414 મતથી વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના બાબુજી ઠાકોરનો પરાજય થયો છે.