નવી દિલ્હીઃ રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને મંદીને લઈ મોટું નિવેદન આપ્યું છે. લંડનની કિંગ્સ કોલેજમાં નેશનલ સ્ટુડન્ય્સ એન્ડ એલ્યુમની એસોસિએશન દ્વારા આયોજીત ‘પર્સપેક્ટિવઃ ગાંધી @ 150’ કાર્યક્રમમાં સંબોધન કરતાં કહ્યું ભારતના અનેક ક્ષેત્રોમાં બેરોજગારી એક ફેક્ટ છે. આરબીઆઈના પૂર્વ ગવર્નરે ભૂમિ, શ્રમ, શક્તિ અને લોજિસ્ટિકના સતત સુધારા પર ભાર આપ્યો અને કહ્યું કે તેને લઈ આપણે ગંભીર નથી.
આર્થિક મંદીથી દેશ 15 વર્ષ પાછળ ધકેલાઇ ગયો છે. તેમણે કહ્યું, આપણે નવું મોડલ અપનાવવું પડશે. જે આપણી મજબૂતી અને લોકતંત્રમાં ભરોસો કરે. તેમણે કહ્યું આપણે લોકતંત્ર મજબૂત કરવું પડશે. કઈંક એવું કરવું પડશે જેના પર ગાંધી વિશ્વાસ કરશે.
રાજને એમ પણ કહ્યું કે, જે સમસ્યા છે તેમાંથી એક એવી છે કે આલોચના દબાવવાનો મતલબ છે કે તમે તમારી પ્રતિક્રિયા નથી સાંભળતા અને જો તમે તેમ નથી કરતાં તો યોગ્ય સમયે પગલું ભરી શકતા નથી.
રાજને થોડા દિવસ પહેલા બ્રાઉન યુનિવર્સિટીમાં વધતી રાજકોષીય ખાધ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે અર્થતંત્રમાં સુસ્તી માટે જીએસટી, નોટબંધી, જેવા પગલાને જવાબદાર ગણાવ્યા હતા.
ગુજરાત પેટા ચૂંટણીઃ ભાજપના અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા પાછળ
મહારાષ્ટ્રમાં કોની બનશે સરકાર ? ભાજપ બહુમત તરફ
હરિયાણામાં ભાજપ-કોંગ્રેસમાં કાંટાની ટકકર
આર્થિક મંદીથી દેશ 15 વર્ષ પાછળ ધકેલાયોઃ RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન
abpasmita.in
Updated at:
24 Oct 2019 10:23 AM (IST)
રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને મંદીને લઈ મોટું નિવેદન આપ્યું છે. લંડનની કિંગ્સ કોલેજમાં નેશનલ સ્ટુડન્ય્સ એન્ડ એલ્યુમની એસોસિએશન દ્વારા આયોજીત ‘પર્સપેક્ટિવઃ ગાંધી @ 150’ કાર્યક્રમમાં સંબોધન કરતાં કહ્યું ભારતના અનેક ક્ષેત્રોમાં બેરોજગારી એક ફેક્ટ છે. આરબીઆઈના પૂર્વ ગવર્નરે ભૂમિ, શ્રમ, શક્તિ અને લોજિસ્ટિકના સતત સુધારા પર ભાર આપ્યો અને કહ્યું કે તેને લઈ આપણે ગંભીર નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -