Gujarat Elections Result 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો ચોંકાવનારાં આવ્યાં છે. આ ચૂંટણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના 20 મંત્રીમાંથી 19 મંત્રી જીતી ગયા છે. મોટા ભાગનું મંત્રીમંડળ જીતી ગયું હોય એવું કદાચ પહેલીવાર બન્યું હશે. જિતુ વાઘાણી, જિતુભાઈ ચૌધરી અને દેવાભાઈ માલમ શરૂઆતના તબક્કામાં પાછળ ચાલી રહ્યા હતા, પણ મતગણતરી આગળ વધતી ગઈ એમ એમ તમામ મંત્રીઓ જીત તરફ આગળ વધતા ગયા. જો કે એક મંત્રી કિર્તીસિંહ વાઘેલાનો કાંકરેજથી પરાજય થયો છે.
તો હવે જે મંત્રીનો વિજય થયો તેના પર નજર કરીએ તો. ઘાટલોડિયાથી ભૂપેન્દ્ર પટેલ, ભાવનગર પશ્ચિમથી જીતુ વાઘાણી, વિસનગરથી ઋષિકેશ પટેલ, સુરત પશ્ચિમથી પૂર્ણેશ મોદી, જામનગર ગ્રામ્યથી રાઘવજી પટેલ, પારડીથી કનુ દેસાઈ, લીંબડીથી કિરીટસિંહ રાણા, ગણદેવીથી નરેશ પટેલ, મહેમદાબાથી અર્જુનસિંહ ચૌહાણ, મજૂરાથી હર્ષ સંઘવી, નિકોલથી જગદીશ પંચાલ, કપરાડાથી જીતુ ચૌધરી, વડોદરા શહેરથી મનિષા વકીલ, ઓલપાડથી મુકેશ પટેલ સહિતના મંત્રીઓનો અન્ય બેઠકથી વિજય થયો છે.
ઝોન પ્રમાણે પરિણામ
ગુજરાતમાં ભાજપના વાવાઝોડા સામે કૉંગ્રેસ સાફ થઈ ગઈ છે. અમદાવાદ શહેર 16 અને જિલ્લાની 5 મળી 21 બેઠક પૈકી 19 બેઠક પર ભાજપની જીત થઈ છે. જ્યારે કૉંગ્રેસને માત્ર બે જ બેઠક મળી છે. તો એક માત્ર પોરબંદર જિલ્લાને બાદ કરતા, તમામ જિલ્લામાં ભાજપને ભવ્ય જીત મળી છે. પોરબંદર જિલ્લાની એક બેઠક પરથી કૉંગ્રેસ.જ્યારે બીજી બેઠક પરથી સમાજવાદી પાર્ટીની જીત થઈ છે.
તો કચ્છ જિલ્લાની 6 બેઠક પર લહેરાયો ભાજપનો ભગવો લહેરાયો છે. 1995 બાદ પહેલીવાર તમામ બેઠક જીતવામાં ભાજપને મળી સફળતા. તો જૂનાગઢ જિલ્લાની પાંચ બેઠક પરથી 3 બેઠક પર કમળ ખીલ્યું છે. જ્યારે એક બેઠક કૉંગ્રેસને ફાળે ગઈ છે. તો એક બેઠક આમ આદમી પાર્ટીના ફાળે આવી છે.
અમરેલી જિલ્લામાં 2017ની ચૂંટણીમાં ભાજપનો થયો હતો સફાયો. પાંચેય બેઠક પર કૉંગ્રેસની થઈ હતી જીત. 5 વર્ષ બાદ ભાજપે બદલો લીધો છે. 2022માં પાંચેય બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે.
બનાસકાંઠા જિલ્લો જ્યાં ભાજપ અને કૉંગ્રેસ બંનેને મળી સમાન સફળતા. જિલ્લાની 9 બેઠકમાંથી 4 બેઠક પર ભાજપની થઈ જીત. તો 4 બેઠક પર કૉંગ્રેસની થઈ જીત. જ્યારે એક બેઠક અપક્ષના ફાળે આવી છે.
તો મહેસાણા અને પાટણ જિલ્લાની વાત કરીએ તો ત્યાં ભાજપે શાનદાર દેખાવ કર્યો છે. મહેસાણા જિલ્લાની 7 બેઠક પૈકી 6 બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. જ્યારે એક માત્ર વીજાપુર બેઠક કૉંગ્રેસના ફાળે આવી છે. અહીથી કૉંગ્રેસના ધારાસભ્યપદે ચૂંટાયા સી. જે. ચાવડા. તો પાટણની કુલ 4 બેઠક પૈકી 2 બેઠક પર ભાજપની જીત થઈ છે. જ્યારે 2 બેઠક પર કૉંગ્રેસની જીત થઈ છે.
સુરત શહેરમાં ભાજપને રિપિટ થિયરી ફળી છે. સુરત શહેરની 12 બેઠક પર ભાજપની ભવ્ય જીત થઈ છે. તો સુરત જિલ્લામાં પણ ભાજપનો દબદબો છે. ઓલપાડથી મુકેશ પટેલ 1 લાખ 15 હજારની લીડથી જીત્યા છે. માંગરોળ બેઠક પરથી ગણપત વસાવાની જીત થઈ છે.
અરવલ્લી જિલ્લોમાં કુલ 3 બેઠક હતી જ્યાં 3 પૈકી 2 બેઠક ભાજપના ખાતામાં આવી. જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવાર ચૂંટાયા છે.