લોકસભા ચૂંટણીઃ ગુર્જર નેતા કિરોડી સિંહ બૈંસલા અને તેમનો દીકરો ભાજપમાં થયા સામેલ
abpasmita.in | 10 Apr 2019 04:33 PM (IST)
જોકે, રિપોર્ટ અનુસાર પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યની પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે બૈંસલા પાર્ટીમાં જોડાતા નારાજ છે. ભાજપમાં જોડાતા અગાઉ પાર્ટી અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
જયપુરઃ 2014ની લોકસભા ચૂંટણીની જેમ રાજસ્થાનમાં ક્લીન સ્વીપ માટે ભાજપ જોરશોરથી પ્રચાર કરી રહ્યો છે. વાસ્તવમાં વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ ભાજપનું ધ્યાન હવે રાજસ્થાનમાં લોકસભા ચૂંટણી પર છે. પાર્ટી 2014ની જેમ લોકસભા ચૂંટણીમાં સારુ પ્રદર્શન કરવા માંગે છે. ગુર્જર નેતા કિરોડી સિંહ બૈંસલા અને તેના દીકરા વિજય બૈંસલાએ બુધવારે ભાજપમાં જોડાઇ ગયા હતા. જોકે, રિપોર્ટ અનુસાર પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યની પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે બૈંસલા પાર્ટીમાં જોડાતા નારાજ છે. ભાજપમાં જોડાતા અગાઉ પાર્ટી અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. વાસ્તવમાં રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં થયેલા પરાજય બાદ પાર્ટીએ ત્રણેય રાજ્યોમાં પોતાની રણનીતિમાં ફેરફાર કર્યો છે. તાજેતરમાં જ રાજસ્થાનમાં મારવાડ વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતી રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીએ ભાજપમાં જવાનો નિર્ણય લીધો હતો. કેન્દ્રિય મંત્રી અને રાજસ્થાનના ચૂંટણી પ્રભારી પ્રકાશ જાવડેકરની હાજરીમાં આરએલપીના સંયોજક હનુમાન બેનીવાલ એનડીએમાં સામેલ થવાની જાહેરાત કરી હતી.