નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના સ્ટાર ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક આ વખતે આઈપીએલમાં નથી રમી રહ્યા. સ્ટાર્કે આઈપીએલ ન રમવાનો નિર્ણય આ વર્ષે રમાનાર વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને લીધો છે. પરંતુ મિશેલ સ્ટાર્કે વિતેલા વર્ષે આઈપીએલ ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સ માટે એક પણ મેચ રમવામાં નિષ્ફળ રહ્યા બાદ 15.3 લાખ અમેરિકન ડોલર મેળવવા માટે વીમા કંપની વિરૂદ્ધ કાયદાકીય કાર્રવાઈ શરૂ કરી છે.
મિશેલ સ્ટાર્કને ગત વર્ષે કેકેઆર દ્વારા ૧૮ લાખ ડોલર (૯.૪ કોરડ રૂપિયા)ની બોલી લગાવી ટીમમાં સામેલ કર્યો હતો. સ્ટાર્કે તે પછી એક વીમો લીધો હતો, જે અંગર્ગત ખેલાડીને ઈજા થાય અને આઈપીએલમાં ન રમી શકે તેવી સ્થિતિમાં હોય તો 15.3 લાખ ડોલર મળવાની જોગવાઈ હતી. સ્ટાર્કે આ વીમા માટે ૯૭,૯૨૦ ડોલરની રકમ આપી હતી.
સ્ટાર્કને ગત વર્ષે આઈપીએલ અગાઉ સાઉથ આફ્રિકા સામે યોજાયેલી ટેસ્ટ સિરીઝ દરમિયાન ઈજા થઈ હતી જેને કારણે ગત સિઝનમાં કેકેઆર તરફથી એકેય મેચ રમી શક્યો નહોતો. આથી વીમા કંપનીએ કહ્યું હતું કે, તેણે ૨૦૧૮ની સિઝનમાં આઈપીએલની એકેય મેચ રમી નહોતી જેને કારણે તે વળતરનો હકદાર નથી. આથી સ્ટાર્કે વિક્ટોરિયન કાઉન્ટી કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.
IPLમાં ન રમવાને કારણે આ ખેલાડીએ વીમા કંપની સામે કર્યો કેસ
abpasmita.in
Updated at:
10 Apr 2019 01:49 PM (IST)
ઓસ્ટ્રેલિયાના સ્ટાર ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક આ વખતે આઈપીએલમાં નથી રમી રહ્યા. સ્ટાર્કે આઈપીએલ ન રમવાનો નિર્ણય આ વર્ષે રમાનાર વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને લીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -