મેચ બાદ ધોનીએ કહ્યું કે, હરભજન સિંહ અને ઇમરાન તાહિર જુની વાઇન જેવા છે, જેટલા પરિપક્વ થયા છે તેટલા ઘાતક બન્યા છે. ઉંમર તેમના જેવી છે. તેઓ વાઇનની જેમ સતત પરિપક્વ થઇ રહ્યાં છે. ભજ્જીએ જેટલી મેચો રમી છે દરેકમાં દમદાર પ્રદર્શન કર્યુ છે. મને જ્યારે પણ જરૂર પડી ત્યારે ઇમરાને મારા વિશ્વાસને સાચો ઠેરવ્યો છે. નોંધનીય છે કે, મેચમાં ભજ્જી અને તાહિરે 2-2 વિકેટ ઝડપી હતી.
ધોનીએ વધુમાં કહ્યું કે, કુલ મળીને અમારી બૉલિંગ સારી રહી, પણ જ્યારે અમે એક સારી ટીમ સામે સપાટ વિકેટ પર નાની બાઉન્ડ્રીની સાથે રમીશુ ત્યારે ખબર પડશે કે સૌથી સારો બૉલિંગ ક્રમ કયો હશે.
જોકે, ધોનીએ કોલકત્તા સામે મેચ જીત્યા બાદ ચેન્નાઇની પીચને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. તેને કહ્યું કે આ પીચ લૉ સ્કૉર પીચ છે.