નવી દિલ્હીઃ એક ભ્રષ્ટ અધિકારી પાસે સાડા 13 ટન સોનુ અને બેન્કમાં 2 લાખ 62 હજાર કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે. આ ઘટના ચીનની છે. કમ્યુનિસ્ટ અધિકારી પર આરોપ છે કે તેમણે લાંચમાં ગોલ્ડ લીધુ હતું. ડેઇલી મેલના એક રિપોર્ટ અનુસાર, કરપ્શન ઇન્સ્પેક્ટરે આ મહિને Zhang Qi નામના અધિકારીના ઘર પર દરોડા મારવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન અનેક શંકાસ્પદ ચીજો જપ્ત કરવામાં આવી હતી. દરોડાનો વીડિયો ચીનમાં પ્રતિબંધિત કરાયો છે.

ચીની અધિકારી Zhang Qiની ઉંમર 58 વર્ષ છે. વે હેનાન પ્રાન્તમાં ટોચના પદ પર રહી ચૂક્યા છે. તેમને આ પદ પરથી હટાવવામાં આવ્યા છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે તેમણે અનેક લક્ઝરી વિલા પણ લાંચના રૂપમાં લીધી છે. જો અધિકારી પરના આરોપ સત્ય સાબિત થયા તો તે ચીનના સૌથી અમીર વ્યક્તિ જેક માથી પણ વધુ ધન રાખનાર વ્યક્તિ તરીકે ઓળખવામાં આવશે. આ સમયે તેઓને નજરકેદ રાખવામાં આવ્યા છે અને તપાસ ચાલી રહી છે. હેનાનની રાજધાની હેકોઉની કમ્યૂનિસ્ટ પાર્ટી કમિટીમાં તેઓ સેક્રેટરી રહી ચૂક્યા છે. તેમની પાસે શહેરના મેયર સમાન અધિકાર હતા. તે સિવાય પ્રાન્તની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય હતા.