નવી દિલ્હી: મધ્યપ્રદેશના ભોપાલ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ પહેલા વિવાદિત નિવેદન આપ્યું અને ત્યારબાદ વિવાદ થતા માફી માગી હતી. સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે મને લાગે છે કે મારા નિવેદનને કારણે દેશના દુશ્મનોને ફાયદો થઇ રહ્યો છે, આથી હું મારું નિવેદન પાછું ખેંચું છું અને માફી માગું છું. આ મારી વ્યક્તિગત પીડા હતી.


ઉલ્લેખનીય છે કે સાધ્વી પ્રજ્ઞા દ્વારા ATS ચીફ હેમંત કરકરે પર આપેલા વિવાદિત નિવેદન પર ભારતીય જનતા પાર્ટીએ કહ્યું હતું કે આ તેમનું વ્યક્તિગત નિવેદન છે. પાર્ટીનું કહેવું છે કે હેમંત કરકરે આતંકવાદીઓ સાથે લડતા શહીદ થયા હતા. ભાજપે હંમેશા તેમને શહીદ માન્યા છે.

ઉલ્લેખનીય છે કે એક નિવેદનમાં સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે 26/11 હુમલામાં શહીદ થયેલા એટીએસ ચીફ હેમંત કરકરેને તેમના કર્મોની સજા મળી. તેમના કર્મ સારા ન હતા, આથી તેઓને સંન્યાસીઓનો શ્રાપ લાગ્યો હતો.

મૈનપુરીમાં એક મંચ પર જોવા મળ્યા માયાવતી, મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ

કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને હવે શિવસેનામાં જોડાઇ પ્રિયંકા ચતુર્વેદી