નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વધુ એક જાહેરાત કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, જો તેઓ સત્તામાં આવશે તો નીતિ આયોગ ખત્મ કરશે. તેમણે ટ્વીટ કરીને કહ્યું, જો ચૂંટણી બાદ સત્તામાં આવ્યા તો નીતિ આયોગને ખત્મ કરીશું. આ આયોગે પીએમ મોદી માટે માર્કેટિંગ પ્રેઝન્ટેશન બનાવવા અને આંકડામાં હેરાફેરી કરવા સિવાય કોઈ કામ કર્યું નથી.


અગાઉ રાહુલ ગાંધીની ન્યાય યોજના બાદ નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમારે આ યોજનાના વિરોધમાં નિવેદન આપ્યું હતું. રાજીવ કુમારે કહ્યું હતું કે, જો આવી જોઈ સ્કીમ લાવવામાં આવી તો તેનાથી દેશની અર્થવ્યવસ્થા પર અત્યંત ગંભીર અસર પડશે. રાજીવ કુમારના આ નિવેદન બાદ કોંગ્રેસ નેતાએ તેમની ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી.

હવે કોંગ્રેસ અધ્યક્ષે ચૂંટણી વચનમાં આખા નીતિ આયોગનું જ ફિંડલુ વાળી દેવાનું કહ્યું છે. સાથે જ તેમણે નીતિ આયોગ પર કેન્દ્ર સરકારનું માર્કેટિંગ કરવાનો અને ખોટા આંકડા રજુ કરવાનો ગંભીર પ્રકારનો આરોપ લગાવ્યો છે.