કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરો જાહેર કરતાં કહ્યું કે, જો અમે સત્તામાં આવીશુ તો કાશ્મીર ઘાટીમાં સેનાની સંખ્યાને ઘટાડીશુ અને AFSPA પર પુનર્વિચાર કરશે. સુત્રો અનુસાર, કોંગ્રેસના આ વાયદા પર ભારતીય સેનાને પણ આપત્તિ છે. તેમનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીરમાં સેનાની સંખ્યા ઘટાડવી ખતરનાક સાબિત થઇ શકે છે.
સેનાના સુત્રોનુ માનીએ તો આ નિર્ણય જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓને સુરક્ષાદળો અને સામાન્ય નાગરિકોને નિશાને લેવાની ખુલ્લી છુટ આપશે. સેનાનું સંખ્યાબળ ઘટાડવાના કારણે જ અનંતનાગ અને ત્રાલ જેવા વિસ્તારોમાં પરિસ્થિતિ બેકાબુ બની ગઇ છે.