ગંભીરે ટ્વિટ કર્યું હતું કે ઉમર અબ્દુલા જમ્મૂ કાશ્મીર માટે એક અલગ પ્રધાનમંત્રી ઇચ્છે છે અને હું મહાસાગર પર ચાલવા માંગું છું. ઉમર અબ્દુલા જમ્મૂ કાશ્મીર માટે અલગ પ્રધાનમંત્રી ઇચ્છે છે અને હું ઇચ્છું છું કે સુઉર ઉડવા લાગે. ઉમરને થોડી ઉંઘ અને એક કડક કોફીની જરૂર છે અને તે ફરી પણ ન સમજી શકે તો તેમને પાકિસ્તાની પાસપોર્ટની જરૂર છે.
ઉમર અબ્દુલાએ ગંભીર પર વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, ગૌતમ હું ક્યારેય વધારે ક્રિકેટ રમ્યો નથી કારણ કે મને ખબર હતી કે હું આ મામલામાં વધારે સારો નથી. તમે જમ્મૂ કાશ્મીર, તેના ઇતિહાસ કે ઇતિહાસને આકાર આપવામાં નેશનલ કોન્ફરન્સની ભૂમિકા વિશે વધારે જાણતા નથી..આમ છતા પોતાની અજ્ઞાનતા બધાને બતાવી રહ્યા છો. ઉમરે કહ્યું હતું કે ગંભીરે ફક્ત એ બાબતો ઉપર જ ફોક્સ કરવું જોઈએ જેમાં તે જાણે છે. તે આઇપીએલ વિશે ટ્વિટ કરે.
આ પછી ગંભીરે ટ્વિટ કરતા કહ્યું હતું કે તમારી ક્રિકેટની અકુશળતા ઉપર ધ્યાન આપતો નથી પણ કાશ્મીરી અને અમારા દેશની સેવા વધારે શાનદાર હોત જો તમે સ્વાર્થરહિત શાસન વિશે એક કે બે બાબતો જાણતા હોત. આમ તો ઇતિહાસ અટલ છે પણ વિચારધારા વ્યક્તિપરક. તમે તમારા ચશ્મા સાફ કરી લો.