પાટણઃ ગઈ કાલે ભાજપ દ્વારા ચાર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપે આ ચાર સીટ પર માત્રે એક સાંસદને રિપીટ કર્યા છે, જ્યારે અન્ય ત્રણના પત્તા કપાયા છે. ગઈ કાલે ભાજપે આણંદ, છોટાઉદેપુર, જૂનાગઢ અને પાટણ બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા હતા.

પાટણ બેઠકની વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા આ બેઠક પર જગદીશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પર ગત વખતે લીલાધવ વાઘેલા ભાજપની સીટ પરથી ચૂંટણી જીત્યા હતા. જોકે, આ વખતે ભાજપે તેમની ટિકીટ કાપી નાંખી છે. તેમની જગ્યાએ ભાજપે ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભીને જગદીશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે.



કોંગ્રેસ દ્વારા ઠાકોર બહુમતી ધરાવતી બેઠક પર કોંગ્રેસે જગદીશ ઠાકોરને મેદાનમાં ઉતારી દીધા છે. જગદીશ ઠાકોર 2009માં ભાજપના ઉમેદવાર ભાવસિંહ રાઠોડ સામે ચૂંટણી જીત્યા હતા. આ બેઠક પર ભાજપ તરફથી નટુજી ઠાકોર (પૂર્વ સાંસદ), ભાવસિંહ રાઠોડ (પૂર્વ ધારાસભ્ય), જુગલ ઠાકોર (પ્રદેશ મંત્રી)નું નામ પણ ચાલતું હતું. જોકે, ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભી પર ભાજપે પસંદગી ઉતારી છે.



બનાસકાંઠા બેઠક પર ઠાકોર સમાજ દ્વારા ભાજપમાંથી ટિકીટની માંગણી કરવામાં આવી હતી. જોકે, તેમને ટિકીટ ન મળતાં ઠાકોર સમાજ ભાજપથી નારાજ ચાલી રહ્યો હતો. ત્યારે પાટણ બેઠક પર ઠાકોર સમાજને ટિકીટ આપીને ભાજપે તેમની નારાજગી દૂર કરવાનો પ્રયાસ કર્યો છે.