લોકસભાઃ ઇતિહાસમાં પહેલીવાર આ બેઠક પર 3 તબક્કામાં થશે મતદાન, જાણો વિગતે
abpasmita.in | 11 Mar 2019 09:45 AM (IST)
નવી દિલ્હીઃ દેશભરમાં લોકસભાની ચૂંટણીની તારીખો ગઇકાલે ચૂંટણીપંચે જાહેર કરી દીધી સાત તબક્કામાં દેશમાં ચૂંટણી પૂર્ણ કરવામાં આવશે. જોકે આ બધાની વચ્ચે ચૂંટણીની જાહેરાત થતાંજ જમ્મુ-કાશ્મીર અનંતનાગ લોકસભા બેઠક ચર્ચામાં આવી ગઇ છે. ઇલેક્શન કમિશને અનંતનાગ લોકસભા બેઠક પર સુરક્ષાના કારણોને લઇને ત્રણ તબક્કામાં મતદાન યોજવાનો નિર્ણય કર્યો છે. દેશના ઇતિહાસમાં આવું પહેલીવાર બની રહ્યું છે કે બેઠક પર ત્રણ તબક્કમાં મતદાન થશે. [gallery ids="382001"] અનંતનાગ બેઠખ પર ત્રીજા, ચોથા અને પાંચમા તબક્કા એટલે કે 23 એપ્રિલ, 29 એપ્રિલ અને 6 મેએ મતદાન યોજાશે. 23 એપ્રિલે અનંતનાગ બેઠક પર અનંતનાગ જિલ્લામાં , 29 એપ્રિલે કુલગામ જિલ્લામાં અને 6 મેએ શોપિયા અને પુલવામામાં મતદાન યોજાશે.