ગાંગુલીએ આ સિદ્ધી 200મી વન ડેમાં મેળવી હતી અને સૌથી ઝડપી આ સિદ્ધી મેળવનારો વિશ્વનો ત્રીજો ક્રિકેટર હતો. સંજોગવશાત રોહિતની 200મી વન ડે મેચ છે. વિરાટ કોહલીએ 175 ઇનિંગમાં આ સિદ્ધી હાંસલ કરી હતી અને તે નંબર વન પર છે, જ્યારે બીજા નંબર પર રહેલા સાઉથ આફ્રિકાના એબી ડિવિલિયર્સે 182 ઈનિંગમાં 8000 વન ડે રન પૂરા કર્યા હતા.
ભારતનો નવમો ક્રિકેટર
રોહિત શર્મા આજની ઈનિંગ દરમિયાન 46 રન બનાવવાની સાથે 8000 વન ડે રન બનાવનારો ભારતનો નવમો ક્રિકેટર બન્યો હતો. તેની પહેલા સચિન તેંડુલકર, વિરાટ કોહલી, એમએસ ધોની, વિરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ, સૌરવ ગાંગુલી અને મોહમ્મદ અઝહરુદ્દીન આ સિદ્ધી મેળવી ચુક્યા છે.