નવી દિલ્હીઃ પાકિસ્તાન દ્વારા ફરી એક વખત નાપાક હરકત કરવામાં આવી છે. પાકિસ્તાની એરફોર્સના ફાઇટર વિમાનોએ વધુ એક વાર ભારતીય સીમામાં પ્રવેશ કરવાની કોશિષ કરી છે. ન્યૂઝ એજન્સી ANIના અહેવાલ મુજબ, પૂંછ સેક્ટરમાં પાકિસ્તાનના બે ફાઇટર પ્લેન જોવા મળ્યા હતા. પૂંછ સેક્ટરમાં આ વિમાનોનો અવાજ પણ સંભળાયો હતો. પાકિસ્તાનના આ બંને ફાઇટર પ્લેનને ભારતીય રડાર સિસ્ટમે પણ પકડ્યા હતા.


પાકિસ્તાન વાયુસેનાની આ હરકત બાદ ઇન્ડિયન એરફોર્સ હાઇ અલર્ટ પર છે, આ ઉપરાંત દેશની રડાર સિસ્ટમને પણ હાઇ અલર્ટ પર રાખવમાં આવી છે.

બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર ભારતીય વાયુસેનાએ 27મી ફેબ્રુઆરીએ એર સ્ટ્રાઇક કરી હતી. આ એર સ્ટ્રાઇક બાદ 27મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનના F-16 વિમાનોએ ભારતીય સીમામાં ઘૂષણ કરી હતી. ભારતીય વાયુસેનાએ તેમને ખધેડતા પાકિસ્તાનમાં અંદર 3 કિલોમીટર સુધી મૂકી આવ્યા હતા. આ ડોગ ફાઇટમાં ભારતીય પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદને મિગ-21 બાઇસનથી એક F-16ને તોડી પાડ્યું હતું.

બાલાકોટમાં એર સ્ટ્રાઇક મુદ્દે અમેરિકી પત્રકારે વીડિયો કર્યો વાયરલ, જુઓ વીડિયો