બેગ્લુંરુઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રોશન બેગે એક્ઝિટ પૉલમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શનને જોતા સોમવારે પાર્ટી છોડવાનો સંકેત આપ્યા, તેમને એનડીએ સરકારમાં પરત ફરવાની સ્થિતિમાં મુસ્લિમ સમુદાયને સમાધાન કરવાનું પણ નિવેદન આપ્યુ હતું.

બેગે મીડિયાને સંબોધિત કરતાં કહ્યું કે, ‘‘જો એનડીએ સરકારમાં પરત ફરે છે તો હું વિનમ્રતાથી મુસ્લિમ ભાઇઓને અનુરોધ કરુ છું કે તે પરિસ્થિતિ સાથે સમાધાન કરે.’’



જયારે બેગને પુછવામાં આવ્યુ કે શું મુસ્લિમોએ બીજેપી સાથે હાથ મિલાવવો જોઇએ, ત્યારે બેગે આ પ્રકારનો જવાબ આપ્યો હતો. બેગે કહ્યું કે જરૂર પડે તો હાથ મિલાવવો જોઇએ. કોંગ્રેસે રાજ્યમાં માત્ર એક જ મુસલમાનને ટિકીટ આપી છે.