કોલકાતાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન મંગળવારે ભારે હંગામો થયો હતો. રોડ શો દરમિયાન વાહનોને આગ ચાંપવામાં આવી હતી. ટીએમસી સ્ટુડન્ટ પરિષદ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ઘટના બાદ અમિત શાહે રોડ શો સમાપ્ત કરી દીધો હતો.


અધિકારીઓના જણાવ્યા મુજબ, રોડ શો દરમિયાન એક કોલેજની હોસ્ટેલમાંથી અમિત શાહના કાફલા પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા. જે બાદ ભાજપ કાર્યકર્તાઓએ તે બિલ્ડિંગને ઘેરી અને જવાબી હુમલો પણ કર્યો. ઉપરાંત કોલેજની બહાર પડેલા વાહનોને આગ પણ લગાવી હતી.


અમિત શાહે સમગ્ર ઘટના માટે મમતા સરકારને દોષી ગણાવી હતી.




કોલકાતામાં અમિત શાહે કર્યો રોડ શો, લાગ્યા ‘જયશ્રી રામ’ અને ‘મોદી-મોદી’ના નારા

વર્લ્ડકપઃ શાસ્ત્રીએ કેદાર જાદવ અને ચોથા ક્રમના બેટ્સમેનને લઇ આપ્યું મોટું નિવેદન, જાણો વિગત

યોગીના મંત્રીએ કરી ભવિષ્યવાણી- મોદી નહીં બને PM, માયાવતીનો દાવો સૌથી મજબૂત