Lok Sabha Election Result: ગઇકાલે લોકસભા 2024ના ચૂંટણી પરિણામો આવી ગયા છે. લોકસભા ચૂંટણીના આ પરિણામો પર સૌની નજર હતી. આ વખતે રમત જગતના કેટલાક મોટા નામો પણ મેદાનમાં હતા. તેમાંથી બે એવા ખેલાડીઓ હતા જેઓ ભારતીય ટીમ માટે રમ્યા હતા અને વર્લ્ડકપ વિજેતા ટીમમાં પણ હતા, તો વળી એક ખેલાડી તો એથ્લેટિકનો પણ છે.


ત્રણ ખેલાડીઓના પ્રદર્શનની વાત કરીએ તો બેને સફળતા મળી પરંતુ ત્રીજાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું. તેઓ વિજય નોંધાવવામાં નિષ્ફળ રહ્યા અને લોકસભામાં પણ જઈ શકશે નહીં. બીજી મહત્વની વાત એ છે કે ભારતીય ક્રિકેટ ટીમ તરફથી રમી ચૂકેલા બંને પૂર્વ ક્રિકેટરો બંગાળમાંથી ચૂંટણી લડ્યા હતા.


કીર્તિ આઝાદઃ - 
1983માં કપિલ દેવની કેપ્ટનશીપમાં વર્લ્ડકપ જીતનાર ભારતીય ટીમમાં કીર્તિ આઝાદ પણ હતા. તે ટીમનો સભ્ય હતો. મમતા બેનર્જીએ તેમને બંગાળની બર્ધમાન-દુર્ગાપુર બેઠક પરથી ચૂંટણી માટે ટિકિટ આપી હતી. ભાજપના દિગ્ગજ નેતા દિલીપ ઘોષ કીર્તિ આઝાદ સામે લડી રહ્યા હતા. દિલીપ ઘોષને હારનો સામનો કરવો પડ્યો હતો. કીર્તિ આઝાદે અંદાજે 1 લાખ 40 હજાર રૂપિયાના માર્જિનથી આ સીટ જીતી હતી.


યુસુફ પઠાણઃ - 
વર્ષ 2007માં ભારતીય ટીમે ટી20 વર્લ્ડકપ જીત્યો હતો અને યુસુફ પઠાણ ફાઇનલમાં ઓપનિંગ કરવા આવ્યો હતો. તે મેચ પાકિસ્તાન સામે હતી. ટીમ ઈન્ડિયાએ જીત નોંધાવી હતી. આ વખતે રાજકીય પીચ પર રમતા યુસુફ પઠાણે પોતાનું નામ બનાવ્યું હતું. પઠાણને બહેરામપુર બેઠક પરથી મમતા બેનર્જીએ ટિકિટ આપી હતી. તેમણે કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીને હરાવીને જીત નોંધાવી હતી.


દેવેન્દ્ર ઝાઝરિયાઃ - 
પેરાલિમ્પિક્સમાં ભાલા ફેંક સ્પર્ધામાં ભારત માટે બે ગોલ્ડ મેડલ જીતનાર દેવેન્દ્ર ઝાઝરિયાએ રાજસ્થાનની ચુરુ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી પરંતુ તેમને સફળતા મળી ના હતી. કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ સાંસદ રાહુલ કાસવાનને ટિકિટ આપી દેવેન્દ્ર સામે ચૂંટણી લડી હતી, રાહુલ કાસવાન જીતી ગયા હતા અને દેવેન્દ્રનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું હતું.