YSRCPના કાર્યકરો પર પોલીસે કર્યો લાઠીચાર્જ, જુઓ વીડિયો
abpasmita.in | 04 Apr 2019 01:17 PM (IST)
અમરાવતીઃ આંધ્ર પ્રદેશમાં બુધવારે વાયએસ જગન મોહન રેડ્ડીની સભામાં જતાં લોકોને રોકવાનો પોલીસે પ્રયાસ કર્યો હતો. લોકો રેલીમાં સામેલ ન થાય તે માટે તેમને ગમે તેમ કરીને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. મેલાવરમમાં આ માટે રોડ પર બેરિકેડ મૂકીને વાહનો રોકવામાં આવ્યા હતા. જેના કારણે પોલીસ અને લોકોમાં ઘર્ષણ થતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ અંગેનો વીડિયો ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. RBIએ રેપો રેટમાં કર્યો 0.25% ઘટાડો, લોનનો EMI ઘટશે કોંગ્રેસે ગુજરાતની બાકીની બેઠકો પર કોને આપી ટિકિટ, જાણો વિગત