નવી દિલ્હીઃ સોશિયલ મીડિયાના જમાનામાં અનેક લોકો વગર માગ્યે સલાહ આપવામાં નિષ્માત છે. ઘણાં લોકોએ તો ટ્રોલિંગને જ પોતાનો ધંધો બનાવી લીદો છે અને સમય સમય પર તેમના સેલેબ્સને નિશાન બનાવતા રહે છે. હાલમાં જ દંગલ ગર્લ ફાતિમા સના શેખને પોતાના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર એક એવી વણમાગી સલાહ મળી જેનો તેણે જડબાતોડ જવાબ આપ્યો છે.


હાલમાં જ ફાતિમાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો સુંદર ફોટો શેર કર્યો હતો. કેપ્શનમાં લખ્યું હતું, “આજ કલમેં ઢલ ગયા, દિન હુઆ તમામ… તુ ભી સોજા સો ગઈ રંગ ભરી શામ.”



ફાતિમાની આ તસવીર જોઈને ચારકો ફિદા થઈ ગયા હતા. જોકે એક વ્યક્તિએ તેને વણમાગી સલાહ આપતા કહ્યું કે, તે મુસ્લિમ છે એટલે તેણે વ્યવસ્થિત કપડા પહેરવા જોઈએ. ટ્રોલરને બરાબર જવાબ આપતા ફાતિમાએ તેને બ્લોક કરી દીધો અને નમ્ર શબ્દમાં થોડું ઘણું સંભળાવી પણ દીધું.