નવી દિલ્હી: લોકસભા ચૂંટણી માટે ગુરુવારે પ્રથમ તબક્કામાં 20 રાજ્યોની 91 લોકસભા બેઠકો અને ચાર રાજ્યોની વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. ત્યારે સૌ કોઈએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પરંતુ 6 બૂથ એવા પણ છે જ્યાં એક પણ મત નથી પડ્યો. એટલે કે અહીં મતદાન કરવા કઈ ગયું જ નથી.

ઓડિશાના રાજ્ય ચૂંટણી આયોગના અધિકારીએ જણાવ્યું કે મલ્કાનગિરી જિલ્લામાં ચિત્રકોંડામાં છ બૂથ પર એક પણ વ્યક્તિ મતદાન કરવા આવી નહતી. કહેવામાં આવી રહ્યું છે કે નક્સલીઓના ડરના કારણે આ મતદાન કેન્દ્ર પર કોઈ મતદાન કરવા આવ્યું નથી.


ઓડિશામાં પ્રથમ તબક્કાના મતદાનમાં લોકસભા અને વિધાનસભા માટે મતદાન થયું હતું. ચાર સંસદીય ક્ષેત્રો કાલાહાંડી, નબરંગપુર, બેરહામપુર તથા કોરાપુટ અને આ લોકસભા ચૂંટણી ક્ષેત્રોમાં આવતી 28 વિધાનસભા ક્ષેત્રોમાં મતદાન થયું હતું. ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે 28 વિધાનસભા મતદાન ક્ષેત્રોમાંથી 20 મતદાન ક્ષેત્રો પર સાંજે ચાર વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલી હતી. કારણ કે આ નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાં આવે છે.

લોકસભા ચૂંટણી: પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, બંગાળમાં 80 ટકાથી વધુ મતદાન

UP: બાગપતમાં મતદારોનું પુષ્પ વર્ષા અને ઢોલ નગારા વગાડી કરવામાં આવ્યું સ્વાગત, જુઓ વીડિયો
ઓડિશામાં 4 લોકસભા બેઠક પર ત્રણ વાગ્યા સુઘી 57 ટકા મતદાન થયું હતું.  પ્રથમ ચરણમાં ચાર લોકસભા સીટ માટે 26 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે 28 વિધાનસભા સીટ માટે 191 ઉમેદેવાર છે. ઓડિશામાં લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી 11, 18, 23 અને 29 એપ્રિલે ચાર તબક્કામાં થશે.

કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રહેશે કે નહીં? જુઓ વીડિયો