આઈપીએલ-12માં આજે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે મુકાબલો છે. રાજસ્થાન રોયલ્સે ચેન્નઈને જીત માટે 152 રનનો લક્ષ્યાંક આપ્યો છે.


આ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નઈ 6 મેચમાં 10 પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર છે, જ્યારે રાજસ્થાન 5 મેચમાં 2 પોઈન્ટ સાથે 7મા ક્રમે છે.


રાજસ્થાન માટે પ્લે ઓફમાં જવાની આશા મજબૂત રાખવા માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્ત્વની બની રહેશે. જો તે આ મેચ હારશે તો ઘર આંગણે સિઝનમાં આ તેનો ત્રીજો પરાજય હશે. આ પહેલા જયપુરમાં રમાયેલી 3 મેચમાંથી 2માં ટીમ હારી છે.