આજે NDAના નવનિયુક્ત સાંસદોની બેઠક, PM મોદીને ઔપચારિક રીતે સંસદીય પક્ષના નેતા તરીકે પસંદી કરાશે
abpasmita.in | 25 May 2019 12:27 PM (IST)
લોકસભા ચૂંટણીના પરિણામ બાદ નવી સરકાર રચવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભાજપે 542 બેઠકોમાંથી 303 બેઠકો પર જીત મેળવી છે. અને એનડીએ ગઠબંધનને 352 સીટો મળી છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં ભારે બહુમતિથી જીત બાદ નવી સરકાર રચવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આજે સંસદના સેંટ્રોલ હોલમાં સાંજે પાંચ વાગ્યે એનડીએના નવનિયુક્ત સાંસદોની બેઠક યોજાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઔપચારિક રૂપે સંસદીય પક્ષના નેતા તરીકે પસંદગી થશે. મળતી માહિતી અનુસાર 26 મે ના રોજ વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિને મળીને સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. ત્યાર બાદ 30 મે ના રોજ શપથ ગ્રહણનો કાર્યક્રમ થઈ શકે છે. આ પહેલા પીએમ મોદીએ શુક્રવારે રાષ્ટ્રપતિને મળીને પોતાનું અને મંત્રિમંડળનું રાજીનામું સોંપી દીધું છે અને વર્તમાન 16મી લોકસભાને ભંગ કરવાની ભલમાણ કરી છે. રાષ્ટ્રપતિએ નવી સરકાર કાર્યભાર સંભાળે ત્યાં સુધી પીએમ અને મંત્રિમંડળને કાર્યભાર ચાલુ રાખવા જણાવ્યું છે. મોદીની જીતથી ખુશ આ ચાવાળાએ આખો દિવસ ફ્રીમાં પીવડાવી ચા સુરતમાં લાગેલી ભીષણ આગમાં 21 વિદ્યાર્થીઓના મોત, PM મોદીએ ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું પોતાના જીવ જોખમમાં મુકીને ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓને બચાવનાર આ સુરતીને ઓળખો? 17મી લોકસભાની રચના 3 જૂન પહેલાં કરવાની છે. જો કે વર્તમાન લોકસભાનો કાર્યકાળ 3 જૂન સુધી છે. ચૂંટણીપંચ ટૂંક સમયમાં જ નવા સાંસદોની યાદી સૂચિત કરી રાષ્ટ્રપતિને સોંપશે. ભાજપને 542 બેઠકોમાંથી 303 બેઠકો પર જીત મેળવી છે. અને એનડીએ ગઠબંધનને 352 સીટો જીતી છે. સુરત આગકાંડમાં 21ના મોતઃ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શું કહ્યું? જુઓ વીડિયો