પીએમ મોદીએ આક્ષેપ લગાવ્યો કે વિપક્ષ પાર્ટી મજબૂર સરકાર ઈચ્છે છે. તેઓએ કહ્યું મહામિલાવટી લોકોએ ચોકીદારને ગાળો આપી, રામ ભક્તોને ગાળો આપી પરંતુ પરિણામ એવું આવ્યું કે તે લોકો જ ખતમ થઈ ગયા. આતંકવાદાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું નવું હિંદુસ્તાન હવે નહીં ડરે. નવું હિંદુસ્તાન આતંકીઓને ઘરમાં ઘુસીને મારશે.
ઉલ્લેખનીય છે કે દેશમાં સાત તબક્કામાં લોકસભા ચૂંટણી થઈ રહી છે. જેમાં ત્રણ તબક્કાનુ મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે. ચોથા તબક્કાનું મતદાન 29 એપ્રિલે 71 લોકસભા બેઠક પર થવાનું છે.
વારાણસીમાં મોદી સામે પ્રિયંકા ગાંધી નહીં લડે ચૂંટણી, જાણો કોને મળી ટિકિટ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાજસ્થાનમાં રાહુલ પર શું કર્યા પ્રહાર? જુઓ વીડિયો