ઓપ્પો તરફથી આ સ્માર્ટફોનમાં થર્મો પ્રિન્ટેડ એવેન્જર્સ લોગો અને એક કેપ્ટન અમેરિકા ઇસ્પાર્યર્ડ બ્લેક કેસ આપવામાં આવ્યું છે. સ્પેશિયલ એડિશન મોડલમાં માત્ર 6GB રેમ અને 128GB સ્ટોરેજ આપવામાં આવી છે. જેને 256 જીબી સુધી વધારી શકાય છે. કંપનીએ તેની કિંમત 27,990 રૂપિયા રાખી છે. જેનું વેચાણ પહેલી મે થી એમેઝોન પર થરૂ થશે.
આ સિવાય ફોનમાં Oppo F11 Proની તુલનામાં કોઈજ ફેરફાર કરવામાં આવ્યા નથી. આ સ્માર્ટફોને સૌથી પહેલા માર્ચ 2019મા લોન્ચ કર્યો હતો. ત્યારે તેની કિંમત 19,990 રૂપિયા રાખવામાં આવી હતી.
આ સ્માર્ટફોનમાં ઓક્ટા-કોર Mediatek Helio P70 પ્રોસેસર આપવામાં આવ્યું છે. 6.5 ઇન્ચ FHD+ પેનોરેમિક ડિસ્પ્લે છે. સેલ્ફી કેમેરા 16 મેગાપિક્સલનો પોપ-અપ કેમેરા છે. જ્યારે રિયરમાં 48 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલના ડ્યૂઅલ કેમેરા સેટઅપ છે. ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 4,020mAhની બેટરી આપવામાં આવી છે.