Lok sabha 2024 Live Update: ભાજપ બાદ કોંગ્રેસમાં પણ ઉમેદવારને લઈને ભડકો, પંચમહાલ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણનો વિરોધ

ચૂંટણી જંગમાં કવિતા બાદ હવે ગીત પણ આવ્યું છે. દાહોદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડો. પ્રભાબેન તાવયાડેએ આદિવાસી સમાજને સંબોધીને ગીત રજૂ કર્યું. જાણીએ લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીના તમામ અપડેટ્સ

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 29 Mar 2024 12:55 PM
ભાજપ બાદ કોંગ્રેસમાં પણ ઉમેદવારને લઈને ભડકો, પંચમહાલ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણનો વિરોધ

ભાજપ બાદ કોંગ્રેસમાં પણ ઉમેદવારને લઈને વિખવાદ સપાટી પર જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના જ કાર્યકરોએ ગુલાબસિંહ ચૌહાણનો વિરોધ કર્યો છે. કાર્યકોરનું કહેવું છે કે,  પાર્ટીનું નાક દબાવી ગુલાબસિંહે ટિકિટ મેળવી છે.  . જીત બાદ ગુલાબસિંહ કોંગ્રેસમાં જ રહેશે તેની શું ખાતરી છે.

વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપનું ડેમેજ કન્ટ્રોલ,

લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી પહેલા ભાજપમાં પણ આંતરિક વિખવાદની સ્થિતિ સપાટી પર જોવા મળી રહી  છે. સી.જે.ચાવડાને ટિકિટ ફાળવતા ગોવિંદ પટેલે નારાજગીવ્યક્ત કરી હતી,  મહેસાણાના વિજાપુર વિધાનસભામાં ભાજપના ઉમેદવારના નામની જાહેરાત બાદ ભાજપ નેતા ગોવિંદભાઈ પટેલે નારાજગી વ્યક્ત કરતા રાજીનામુ આપ્યું હતું. જો કે હવે તેમણે રાજીનામુ પરત ખેચ્યું છે. ગોવિંદ પટેલના રાજીનામા બાદ રજની પટેલ, રત્નાકરજીએ  ગોવિંદ પટેલ સાથે બેઠક કરી હતી.ઉલ્લખનિય છે કે, ગોવિંદ પટેલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છે, ગોવિંદ પટેલે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી  રાજીનામુ આપ્યું હતું. જો કે મુલાકાત બાદ રાજીનામું પરત લેવામાં આવ્યું છે. ભાજપ હાઈકમાન્ડ ને મળીને ગોવિંદભાઇની નારાજગી દુર કરવામાં આવી છે

LokSabha Election 2024: પાટણ બેઠક પર કોંગ્રેસના સમર્થનમાં પાટીદારો

LokSabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈને પાટણ બેઠક પર ભાજપ અને કોગ્રેસના ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. પાટણથી કોગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને સમર્થન કરતો પાટીદાર સમાજનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. પાટીદાર સમાજે ચંદનજીને મત આપવા માતા ઉમા અને ખોડલના સોગંદ લીધા હતા. પાસના આગેવાન સતીષ પટેલે શપથ લેવડાવ્યા હતા.


સોશલ મીડિયામાં  વીડિયો વાયરલ થયો છે. જેમાં પાટીદારો કોંગ્રેસના સમર્થનમાં સોગંદ લેતા હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને મત આપવા મા ઉમા ખોડલના સોગંદ લેવાતા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે.

બનાસકાંઠામાં ચૂંટણીને લઈને વધુ એક ટ્વીસ્ટ, ડી.ડી રાજપૂત ચૂંટણીને કહ્યાં રામ રામ

લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસમાં સતત ગાબડા પડી રહ્યાં છે. આજે સાબરકાંઠા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડી.ડી રાજપૂતે કોંગ્રેસને રામ રામ કહીને પંજાનો સાથ છોડ્યો છે.ઉલ્લેખનિય છે કે, 2017માં થરાદ બેઠક પરથી ડી.ડી રાજપૂત ચૂંટણી લડ્યાં હતા.હાલ  કોંગ્રેસના ગેનીબેન અને ભાજપના ડૉ.રેખાબેનના સામેસામે  પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો  છે. તો બીજી તરફ કોંગ્રેસમાં ભંગાણના સમાચાર મળ્યા છે. 2017માં થરાદ બેઠકથી ચૂંટણી લડનાર પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડી.ડી રાજપૂતે કોંગ્રેસને રામ રામ કરવાનો નિર્ણય કર્યો છે.

નવસારીમાં ભાજપે જિ.પં.ના સભ્યને ફટકારી નોટિસ

નવસારીમાં ભાજપે જિ.પં.ના સભ્યને  નોટિસ ફટકારી છે. કુકેરી બેઠકથી ચૂંટાયેલ સભ્ય પ્રકાશ પટેલને કારણદર્શક નોટિસ આપી છે. પક્ષને નુકસાન થાય તેવા નિવેદન અને વર્તણુકને લઈ નોટિસ ફટકારવામાં આવી છે. પ્રકાશ પટેલ પૂર્વ આરોગ્ય સમિતિના ચેયરમેન પણ રહી ચુક્યા છે.

ભાજપ નેતા ગોવિંદભાઈ પટેલ દ્વારા આપેલા રાજીનામુ પરત લેવાયું

મહેસાણાના વિજાપુર વિધાનસભામાં ભાજપના ઉમેદવારના નામની જાહેરાત બાદ ભાજપ નેતા ગોવિંદભાઈ પટેલ દ્વારા આપેલા રાજીનામુ પરત લેવાયું  છે. ભાજપ નેતા રતનાકલ અને રજનીભાઇ પટેલે સાથે ગોવિંદભાઈ પટેલે  મુલાકાત કરી હતી. મુલાકાત બાદ રાજીનામું પરત લેવામાં આવ્યું છે. ભાજપ હાઈકમાન્ડ ને મળીને ગોવિંદભાઇની નારાજગી દુર કરવામાં આવી છે.

ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહને ભાજપે ડેમેજ કન્ટ્રોલની જવાબદારી સોંપી

તો બીજી તરફ વિવાદના વંટોળને ડામવા માટે ભાજપે ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરી છે. પરશોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહને ભાજપે ડેમેજ કન્ટ્રોલની જવાબદારી સોંપી છે. જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર, જિલ્લા ભાજપના આગેવાનો અને  ક્ષત્રિય સમાજના આગેવાનો બેઠકમાં  ઉપસ્થિત રહેશે.

ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે આ વ્યક્તિએ કેમ કરી ફરિયાદ

 
રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલા ક્ષત્રિય સમાજ વિશેના વિવાદિત નિવેદન બાદ હવે તેમની સામે  કોર્ટમાં પણ  ફરિયાદ નોંધાઇ છે. કોંગ્રેસના અગ્રણી આદિત્યસિંહ ગોહિલે કોર્ટોમા ફરિયાદ કરી છે.   ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરવા મુદ્દે કોંગ્રેસના ક્ષત્રિય આગેવાન આદિત્યસિંહ ગોહિલ દ્વારા કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. રૂપાલા સામે આઇ પી સી કલમ 499 અને 500 મુજબ બદનક્ષી અંગે ફરિયાદ કરવામાં આવી છે. શાબ્દિક ટિપ્પણીને લઈને રૂપાલાની મુશ્કેલીમાં  વધારો થયો છે. વિવાદ પૂર્ણ કરવા ભાજપના મોવડી મંડળની કવાયત વચ્ચે ક્ષત્રિય આગેવાનો માનાવવાના મૂડમાં નથી.

હર્ષસંઘવીની અધ્યક્ષતામાં લોકસભાની ચૂંટણીને લઈ જિલ્લા ભાજપના આગેવાનો સાથે બેઠક

ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી હિંમતનગર પહોંચ્યા છે. લોકસભાની ચૂંટણીને લઈ જિલ્લા ભાજપના આગેવાનો સાથે બેઠક યોજી છે. બેઠકમાં જિલ્લા પ્રભારી, સંગઠન પ્રમુખ સહિત મહત્વના આગેવાનો સામેલ થશે,

લોકસભાની ચૂંટણીમાં હવે કવિતા બાદ સોન્ગની પણ એન્ટ્રી

લોકસભાની ચૂંટણીમાં હવે કવિતા બાદ સોન્ગની પણ એન્ટ્રી થઇ છે. ચૂંટણી જંગમાં કવિતા બાદ હવે ગીત સામે  આવ્યું છે. દાહોદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડો. પ્રભાબેન તાવયાડેએ આદિવાસી સમાજના મતદારોને સંબોધીને ગીત રજૂ કર્યું  છે. આ વિસ્તારની સમસ્યાનો ઉલ્લેખ કરી આદિવાસી સમાજને જાગૃત થવા  અપીલ કરી છે.

31 માર્ચ સુધીમાં કોંગ્રેસ વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવારો જાહેર કરશે

વિધાનસભાની 5 બેઠકોની પેટાચૂંટણીને લઇને  આવતીકાલે  કોંગ્રેસ   મંથન કરશે. 31 માર્ચ સુધીમાં કોંગ્રેસ વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવારો  જાહેર કરશે,વિજાપુર બેઠક ઉપર ગુજરાત કોંગ્રેસના 2 ઉમેદવાર ભરત પટેલ અને સ્મિતા પટેલના નામ  પેનલમાં છે. માણાવદર બેઠક ઉપર ગુજરાત કોંગ્રેસે 3 નામ પેનલમાં મૂક્યા છે.હરિભાઈ કણસાગરા, ગોવિંદભાઈ ડાંગર અને પાલ આંબલીયાનું નામ પેનલમાં છે.પોરબંદર બેઠક પર  રાજૂ ઓડેદરાનું સિંગલ નામ  ચર્ચામાં છએ. વાઘોડિયા બેઠક માટે ગુજરાત કોંગ્રેસે 2 નામની પેનલ મોકલ્યાં છે. કનુભાઈ ગોહિલ અને કિરણસિંહ પરમારનું પેનલમાં  નામ મોકલાયું છે. ખંભાત બેઠક માટે ગુજરાત કોંગ્રેસે 3 નામ પેનલમાં મોકલ્યા છે. જેમાં મહેન્દ્રસિંહ પરમાર, દાનુભાઈ ગોહેલ અને નવીન સોલંકીનું નામ પેનલમાં છે.

ભાજપના ધારાસભ્ય હેમાંગા ઠાકુરિયાએ જીતનો દાવો કર્યો છે

આસામના બીજેપી ધારાસભ્ય હેમાંગા ઠાકુરિયાએ ન્યૂઝ એજન્સી ANIને કહ્યું કે, લોકોનો ઉત્સાહ જોઈને કહી શકાય કે અમે બધા અઢીથી ત્રણ લાખ મતોના માર્જિનથી જીતીશું.

'હું શિવપુરીનો કરોળિયો છું'

લોકોને સંબોધતા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, હું શિવપુરીનો કરોળિયો છું. મેં અહીં રસ્તાઓ અને સબસ્ટેશનોનું નેટવર્ક બનાવ્યું છે. આ ઉપરાંત, મેં અહીંના લોકો માટે સિંચાઈ સુવિધાઓ અને વિકાસનું નેટવર્ક પણ તૈયાર કર્યું છે."

જગન મોહન રેડ્ડીને હરાવવા માટે તૈયાર છે લોકો

TDP સુપ્રીમો એન ચંદ્રબાબુ નાયડુએ કહ્યું છે કે આંધ્ર પ્રદેશના લોકો આગામી ચૂંટણીમાં YSRCPના વડા વાયએસ જગન મોહન રેડ્ડીને હરાવવા માટે તૈયાર છે.

બ્રેકગ્રાઉન્ડ

Lok sabha 2024 Live Update:2024ની લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ રચાશે તે નિશ્ચિત છે. નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર જીતની હેટ્રિક કરશે તો પણ ઈતિહાસ સર્જાશે. નરેન્દ્ર મોદી સતત ત્રણ ટર્મ માટે વડાપ્રધાન પદ માટે ચૂંટાયેલા પ્રથમ બિન-કોંગ્રેસી નેતા હશે. જો પરિણામ ભાજપની વિરુદ્ધ જશે તો પણ ઈતિહાસ બની જશે. 2024ની હરીફાઈ નરેન્દ્ર મોદી અને વિપક્ષની છે. રાજકીય દૃષ્ટિકોણથી તેને NDA vs India એલાયન્સ નામ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે લોકસભાની ચૂંટણીમાં ભાજપને 370 સીટો મળશે અને એનડીએ વંશને 400+ સીટો મળશે. કોંગ્રેસ, ટીએમસી, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, એનસીપી શરદ પવાર, શિવસેના, ડીએમકે, સીપીઆઈ સહિત ઘણા પક્ષો એનડીએ સામે લડવા માટે એક થયા છે.


બિહારમાં જેડીયુ, લોક જનશક્તિ પાર્ટી અને એચએએમ એનડીએ સાથે છે જ્યારે યુપીમાં ભાજપે સુભાસપ, આરએલડી અને અપના દળ (સોનેલાલ) સાથે ગઠબંધન કર્યું છે. રાજકીય વિશ્લેષકોની નજર હિન્દી બેલ્ટના ચાર મોટા રાજ્યો યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન ઉપરાંત દિલ્હી, હરિયાણા, છત્તીસગઢ અને ઝારખંડ પર ટકેલી છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ અને NDAએ 95 ટકાથી વધુ બેઠકો જીતી હતી. આ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ભાજપને મોટો ફાયદો થયો છે. 2024ની ચૂંટણી કોંગ્રેસ પાર્ટી માટે અસ્તિત્વની લડાઈ સમાન છે. આ સિવાય પ્રાદેશિક પક્ષોનું ભવિષ્ય પણ મે મહિનામાં યોજાનારી ચૂંટણીના પરિણામો પર નિર્ભર છે. અત્યાર સુધી, પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને પંજાબમાં આમ આદમી પાર્ટી એવી બે પાર્ટીઓ તરીકે ઉભરી આવી છે જે પોતપોતાના રાજ્યોમાં ભાજપને સખત સ્પર્ધા આપી રહી છે. મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી વચ્ચે વિભાજન થયા બાદ વિપક્ષની સ્થિતિ નબળી પડી છે.


17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 97 કરોડ નોંધાયેલા મતદારો છે. 10.5 લાખ મતદાન મથકો છે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.


26 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે
 વિધાનસભાની 26 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. બિહાર, ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ, હિમાચલ, રાજસ્થાન, તમિલનાડુમાં પેટાચૂંટણી યોજાવાની છે. તમામ 26 વિધાનસભાઓ પર પેટાચૂંટણી યોજાશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.