નવી દિલ્હીઃ  ચૂંટણી પંચે પત્રકાર પરિષદ કરી જણાવ્યું કે મતદાન શાતિપૂર્ણ રીતે થયું. લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 18 એપ્રિલના થશે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ અંદામાન અને નિકોબારમાં કુલ 70.67 ટકા મતદાન થયું. છત્તીસગઢની બસ્તર લોકસભા બેઠક પર 56 ટકા મતદાન થયું. તેલંગણામાં 60 ટકા, આંધ્રપ્રદેશમા 66 ટકા મતદાન થયું છે.


ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સાંજે 6 વાગ્યા સુધીમાં આંકડા જાહેર કરતા જણાવ્યું કે મણિપુરમાં 79.75 ટકા, મિજોરમમાં 61.95 ટકા, નાગાલેન્ડમાં 87.91 ટકા, સિક્કિમમાં 83.64 ટકા, ત્રિપુરામાં 84.62 ટકા, પશ્ચિમ બંગાળમાં 82.22 ટકા મતદાન થયું છે.

સાંજે પાંચ વાગ્યા સુધીમાં  મહારાષ્ટ્રમાં 55.78 ટકા , બિહારમાં 50.26 ટકા અને ઉત્તરપ્રદેશમાં 59.77 ટકા મતદાન થયું હતું.

જમ્મુ કાશ્મીરમાં 6 વાગ્યા સુધીમાં 72.16 ટકા, ચૂંટણી પંચે જણાવ્યું કે પ્રથમ વખત 100 ટકા વીવીપેટનો ઉપયોગ થઈ રહ્યો છે. 20 રાજ્યોમાં 1.7 ટકા વીવીપેટ મશીન બદલવા પડ્યા. સમગ્ર દેશમાં ઈવીએમમાં તોડફોડના 15 મામલા સામે આવ્યા, જેમાં આંધ્રપ્રદેશમાં 6. અરૂણાચલ પ્રદેશમાં 5, ૂબિહારમાં એક, મણિપુરમાં 2 અને પશ્ચિમ બંગાળમાં એક મશીન સામેલ છે.


અરૂણાચલ પ્રદેશઃ આકરા તડકામાં મતદાન માટે છત્રી સાથે ઉમટી મહિલાઓ, જુઓ વીડિયો

પ્રથમ તબક્કાનું મતદાન: ગડકરી સહિત આ દિગ્ગજોનું ભાવિ આજે EVMમાં થઈ જશે કેદ, જાણો વિગત

UP: બાગપતમાં મતદારોનું પુષ્પ વર્ષા અને ઢોલ નગારા વગાડી કરવામાં આવ્યું સ્વાગત, જુઓ તસવીરો