નવી દિલ્હીઃ પીએમ મોદીની આંધીમાં દિલ્હી, રાજસ્થાન, ગુજરાત સહિત આ રાજ્યોમાં ભાજપે ક્લીન સ્વીપ કર્યું છે. એટલે કે વિપક્ષી પાર્ટી અહીં ખાતું પણ ખોલાવી નથી શકી. ભાજપે દિલ્હી (7), રાજસ્થાન (25), ગુજરાત (26), હરિયાણા (10), ઉત્તરાખંડ (5), હિમાચલ પ્રદેશ (4), ત્રિપુરા (2) અને અરૂણાચલ પ્રદેશ (2)ની તમામ સીટો પર શાનદાર જીત મોંધાવી છે. આ તમામ રાજ્યોમાં ભાજપનો વોટ શેર 50 ટકાથી વધારે રહ્યો.



ગુજરાતમાં દરેક ૨૬ બેઠકો પર ભાજપ જીતી ચુક્યું છે તેવી જ રીતે દિલ્હીની પણ સાત બેઠક ભાજપ અગાઉની જેમ ફરી જીતી ગયુ છે. ઉત્તરાખંડમાં પણ તેવી જ સ્થિતિ છે. આ પહેલા ૨૦૧૪માં પણ ઉત્તરાખંડની બધી જ પાંચ બેઠકો પર ભાજપે જીત મેળવી હતી ત્યારે હવે ફરી આ જ બેઠકો પર કબજો કરી લીધો છે. તેવી જ રીતે રાજસ્થાનમાં પણ ભાજપે બધી જ ૨૫ બેઠકો જીતી લીધી છે. અહીં કોંગ્રેસની સરકાર હોવા છતા કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે.



મધ્ય પ્રદેશમાં માત્ર એક બેઠક પર જ કોંગ્રેસ આગળ ચાલી રહી છે. અન્ય એક રાજ્ય હિમાચલ પ્રદેશમાં ભાજપ બધી જ ચાર બેઠકો જીતી ગયુ છે. હરિયાણા ભાજપ શાસીત રાજ્ય છે અહીં ભાજપે બધી જ ૧૦ બેઠકો જીતી લીધી છે. તેવી જ રીતે ભાજપ શાસીત ગુજરાતમાં પણ બધી જ ૨૬ બેઠકો પર ભાજપ જીતી મેળવી ચુક્યું છે.

દિલ્હીમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ એમ ત્રણેય વચ્ચે જંગ હતી જોકે અહીં પણ સાતેય બેઠકો પર જીત મેળવીને ભાજપે ક્લીન સ્વીપ મેળવી લીધી છે. છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે જોકે અહીં ભાજપ સૌથી વધુ આઠ બેઠકો જીતી રહ્યું છે.