સ્વરા ભાસ્કરે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ, સીપીઆઈનાં કનૈયા કુમાર અને આમ આદમી પાર્ટીની આતિશી અને રાઘવ ચડ્ઢા માટે પ્રચાર કર્યો હતો.
આ ચૂંટમીમાં બેગૂસરાયથી કનૈયા કુમારને 22 ટકા આસપાસ મત મળ્યા છે. તેમણે ભાજપના નેતા ગિરિરાજ સિંહને ટક્કર આપવાનો પ્રયત્ન કર્યો હતો. સાઉથ દિલ્હીની બેઠક પરથી આપનાં રાઘવ ચડ્ઢાને 27.6 ટકા મત મળ્યાં. તેઓ પણ બીજા નંબર પર રહ્યાં. તેમની સામે ભાજપના રમેશ બિધૂડી અને કોંગ્રેસનાં વિજેન્દ્ર સિંહ સાથે હતી.
ઇસ્ટ દિલ્હી પર આપની ટિકિટ પર પોતાની કિસ્મત અજમાવી રહેલી આતિશી માર્લિનાનું પ્રદર્શન પણ કંઈ સારું ન રહ્યું.