નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પરિણામ વચ્ચે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ મહબૂબા મુફ્તીએ ફાઈનલ રિઝલ્ટ પહેલા વડાપ્રધાન મોદીને જીતની શુભેચ્છા પાઠવી છે. સાથે મેહબૂબા મુફ્તીએ કૉંગ્રેસની હારને જોતાં પાર્ટીને સલાહ આપતા કહ્યું કે કૉંગ્રેસને એક અમિત શાહની જરૂર છે. મુફ્તીએ કહ્યું, “ઐતિહાસિક જીત માટે નરેન્દ્ર મોદીજીને અભિનંદન. આજનો દિવસ ભાજપ અને તેના સહયોગી દળોનો છે. કૉંગ્રેસ એક અમિત શાહ લઈ આવે. ” જો કે, જમ્મુ કાશ્મીરમાં લોકસભા ચૂંટણી 2019ના પરિણામમાં મહબુબા મુફ્તીની પાર્ટી પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટીને આકરી હાર મળી છે. ગત વખતે ત્રણ બેઠકો જીતનારી પીડીપી આ વખતે રેસમાંથી બહાર થઈ ગઈ છે. અહીં 6 સીટો પર જમ્મુ કાશ્મીર નેશનલ કૉન્ફ્રેન્સના ઉમેદવાર આગળ ચાલી રહ્યાં છે. ત્યારે જમ્મુ-ઉધમપુર અને અનંતનાગમાં ભાજપના ઉમેદવાર નિર્ણાયક લીડ મેળવી ચુક્યા છે. મેહબુબાએ ટ્વિટ કરી પોતાની હાર સ્વીકારી લીધી છે. Loksabha Election Results: અમેઠીમાં રાહુલ ગાંધીએ હાર સ્વીકારી, જુઓ વીડિયો