Lok Sabha Election 2025: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. રાજ્યમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે.  25 બેઠકો પર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે.  રાજ્યમાં 25 બેઠક પર સરેરાશ 59.81 ટકા મતદાન થયું છે.



  • કઈ બેઠક પર કેટલું થયું મતદાન

    કચ્છ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 55.33 ટકા મતદાન 

  • બનાસકાંઠા લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 69.41 ટકા મતદાન 

  • પાટણ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 58.37 ટકા મતદાન 

  • મહેસાણા લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 59.82 ટકા મતદાન

  • સાબરકાંઠા લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 63.22 ટકા મતદાન

  • ગાંધીનગર લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 59.76 ટકા મતદાન

  • અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 54.72 ટકા મતદાન

  • અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 55.46 ટકા મતદાન 

  • સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 54.33 ટકા મતદાન

  • રાજકોટ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 59.60 ટકા મતદાન

  • પોરબંદર લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 51.76 ટકા મતદાન 

  • જામનગર લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 57.67 ટકા મતદાન

  • જૂનાગઢ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 58.88 ટકા મતદાન

  • અમરેલી લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 50.07 ટકા મતદાન

  • વનગર લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 53.57 ટકા મતદાન

  • આણંદ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 64.90 ટકા મતદાન

  • ખેડા લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 57.87 ટકા મતદાન

  • પંચમહાલ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 58.27 ટકા મતદાન

  • દાહોદ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 58.37 ટકા મતદાન 

  • વડોદરા લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 62.34 ટકા મતદાન

  • છોટાઉદેપુર લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 68.37 ટકા મતદાન

  • ભરૂચ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 68.96 ટકા મતદાન

  • બારડોલી લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 64.83 ટકા મતદાન

  • નવસારી લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 58.40 ટકા મતદાન

  • વલસાડ લોકસભા બેઠક પર સાંજે 6 સુધીમાં 71.14 ટકા મતદાન 


ઉપરાંત ગુજરાતની પાંચ વિધાનસભાની બેઠકો પર પણ મતદાન થયું હતું. જણાવી દઈએ કે, ગુજરાતની એક સુરત બેઠક બિનહરીફ જાહેર થતા આ બેઠક પર મતદાન થયું ન હતું.


લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે આજે(7 મે) 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન યોજાયું હતું.  ત્રીજા તબક્કામાં લોકશાહીના પર્વનો ભારે ઉત્સાહ જોવા મળ્યો. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં દેશની 93 બેઠકો પર મતદાન થયું હતું. આ બેઠકો પર સરેરાશ 60 ટકા જેટલું મતદાન થયું છે. આસામમાં સૌથી વધુ 73 અને મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 62 ટકા વોટિંગ થયું છે.