અયોધ્યાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક મેના રોજ ઉત્તર પ્રદેશના અયોધ્યા જશે. મે 2014માં વડાપ્રધાન બન્યા બાદ અત્યાર સુધીમાં વડાપ્રધાન મોદી અયોધ્યા ગયા નથી. એવામાં તેમના અયોધ્યાના કાર્યક્રમને અલગ અલગ રીતે જોવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે ફૈઝાબાદ લોકસભા બેઠક પર પાંચમા તબક્કામાં છ મેના રોજ મતદાન થશે.

વડાપ્રધાન મોદી આંબેડકર અને અયોધ્યા વચ્ચે ગોસાઇગંજના મયા બજાર વિસ્તારમાં 1 મેના રોજ ચૂંટણી રેલી સંબોધિત કરી હતી. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે વડાપ્રધાન મોદી અયોધ્યાના મંદિરોમાં દર્શન પૂજા કરશે કે નહીં. વડાપ્રધાન હાલમાં બે દિવસના વારાણસીના પ્રવાસ પર છે. મોદી આજે રોડ શો બાદ ઉમેદવારીપત્રક ભરશે.

વડાપ્રધાન મોદીના અયોધ્યા પ્રવાસથી આસપાસની લોકસભા બેઠકો પર ફાયદો મળી શકે છે. સાથે છ મેના રોજ મતદાન અગાઉ માહોલ બનાવવાનો પ્રયાસ છે. એવામાં એસપી-બીએસપી, આરએલડી ગઠબંધનનો પડકારનો સામનો કરી રહેલી ભાજપને આ રેલીથી ઘણી આશાઓ છે.