Lok Sabha Elections Result Live: લોકસભા ચૂંટણી 2024 માટે મતોની ગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીના ટ્રેન્ડ મુજબ એનડીએ અને ઈન્ડિયા એલાયન્સ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી રહી છે. ઇન્ડિયા ગઠબંધન એનડીએને ટક્કર આપીને સતત આગળ વધી રહ્યું છે. આ રીતે રાહુલ ગાંધીની આગાહી સાચી સાબિત થતી જોવા મળી રહી છે. સવારે 9.48 વાગ્યા સુધીના ટ્રેન્ડ મુજબ એનડીએ 255 સીટો પર આગળ હતું જ્યારે ઈન્ડિયા એલાયન્સ 240 સીટો પર આગળ હતું.






વાસ્તવમાં તાજેતરમાં મીડિયાને પરિણામો વિશે પૂછતા રાહુલ ગાંધીએ કહ્યું  હતું કે તમે સિદ્ધુ મૂઝવાલાનું ગીત સાંભળ્યું છે. અમને 295 બેઠકો મળવાની છે. રાહુલના દાવા અત્યાર સુધીના ટ્રેન્ડ પ્રમાણે સાચા સાબિત થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. વિપક્ષના ગઠબંધનને યુપીમાં સૌથી વધુ ફાયદો થતો જણાય છે. અહીં ગઠબંધન 40 સીટો પર આગળ છે.


નોંધનીય છે કે 1 જૂનના રોજ છેલ્લા તબક્કાના મતદાન બાદ લગભગ તમામ એક્ઝિટ પોલમાં NDAને જંગી બહુમતી આપવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને આ વિશે પૂછવામાં આવ્યું કે શું એનડીએ ફરીથી જીતી રહ્યું છે, તો તેમણે કહ્યું કે આ એક 'ફૅન્ટેસી પોલ' છે.


અન્ય પક્ષોએ પણ 295 બેઠકો પર જીતનો દાવો કર્યો હતો


મત ગણતરી પહેલા શનિવારે (1 જૂન 2024) દિલ્હીમાં ઈન્ડિયા એલાયન્સના નેતાઓની બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે આયોજિત આ બેઠક બાદ ઈન્ડિયા એલાયન્સના અન્ય પક્ષોએ પણ 295 બેઠકો પર જીતનો દાવો કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ મીડિયાને કહ્યું હતું કે સાર્વજનિક સર્વે અનુસાર અમને 295 કરતા વધુ બેઠકો મળી રહી છે. આ પછી રાહુલ ગાંધીએ રવિવારે પણ ઈશારો કર્યો અને 295 સીટો પર જીતનો દાવો કર્યો.