Lok Sabha Elections Result 2024: 2024ની લોકસભા ચૂંટણીમાં NDA ગઠબંધને 293 બેઠકો જીતી છે, જે બહુમતીના 272ના આંકડા કરતાં 21 વધુ છે. આ જીત છતાં ભાજપ એકલા હાથે બહુમતી મેળવવામાં સફળ રહી નથી. પાર્ટીને સૌથી વધુ નુકસાન હિન્દી બેલ્ટમાં થયું, જેને તેનો ગઢ કહેવામાં આવે છે.


ઉત્તર પ્રદેશમાં ભાજપને સૌથી વધુ 29 સીટોનું નુકસાન થયું છે. 2019માં તેને 62 સીટો મળી હતી, જ્યારે આ વખતે પાર્ટી ઘટીને 33 થઈ ગઈ છે. બીજા નંબરનું સૌથી મોટું રાજ્ય રાજસ્થાન છે, જ્યાં તેણે 10 સીટો ગુમાવી છે. 2019માં 24 સીટોની સરખામણીમાં આ વખતે તે માત્ર 14 સીટો જીતી શકી છે.


બિહારમાં ભાજપને 2019ની સરખામણીમાં 5 બેઠકોનું નુકસાન થયું છે. અહીં તેની સીટો 17 થી ઘટીને 12 થઈ ગઈ છે. એ જ રીતે, ઝારખંડમાં તેને ગત લોકસભા ચૂંટણીમાં મળેલી 12 સીટોની સરખામણીમાં માત્ર 8 સીટો મળી છે. એટલે કે કુલ 4 બેઠકોનું નુકસાન થયું હતું. જ્યારે હરિયાણામાં પાર્ટી 10થી ઘટીને 5 બેઠકો પર આવી ગઈ છે.


હિન્દી બેલ્ટ સિવાય મહારાષ્ટ્રમાં પણ ભાજપને જોરદાર આંચકો લાગ્યો છે. 2019ની 23ની સરખામણીએ આ વખતે માત્ર 9 બેઠકો મળી છે. એટલે કે ભાજપને ત્યાં 14 બેઠકોનું નુકસાન વેઠવું પડ્યું છે. આ વખતે કોંગ્રેસને 90 ટકા બેઠકો મળી છે.


ઉત્તર પ્રદેશની 80માંથી 43 બેઠકો સપા અને કોંગ્રેસે જીતી હતી. 80 બેઠકોમાંથી 37 સપા, 33 ભાજપ, 6 કોંગ્રેસ, 2 આરએલડી, 1 અપના દળ અને એક અપક્ષે જીતી હતી. ભાજપની 29 બેઠકો ઘટી છે જ્યારે સપાની 32 બેઠકો વધી છે.


રાજસ્થાનની 25માંથી 14 ભાજપમાં, 8 કોંગ્રેસ જીતી છે જ્યારે અન્યને 3 બેઠકો મળી હતી. 2019માં ભાજપે અહીં 24 બેઠકો જીતી હતી. 1 સીટ રાલોપા પાસે ગઇ છે.


હરિયાણામાં ભાજપ 10માંથી માત્ર 5 સીટો બચાવી શકી છે. તેને 5 બેઠકો ગુમાવવી પડી. ભાજપ અને કોંગ્રેસને 5-5 બેઠકો મળી હતી. 2019માં ભાજપે અહીં 10 બેઠકો જીતી હતી. બિહારમાં JDU સાથે ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. અહીંની કુલ 40 બેઠકોમાંથી 12 JDU, 12 BJP, 5 LJP, 4 RJD, 3 કોંગ્રેસ, 2 CPI (ML), 1-1 HAM અને અપક્ષોએ જીતી હતી. 2019માં ભાજપે 17, જેડીયુએ 16, એલજેપીએ 6 અને કોંગ્રેસે એક બેઠક જીતી હતી.


મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી તૂટવાથી કોંગ્રેસને મોટો ફાયદો થયો, પરંતુ ભાજપને મોટું નુકસાન થયું. 48 બેઠકોમાંથી 9 ભાજપને, 13 કોંગ્રેસને, 9 શિવસેના (ઉદ્ધવ), 7 શિવસેના (શિંદે), 8 એનસીપી (શરદ), 1 એનસીપી (અજિત) અને 1 અન્યને ફાળે ગઇ છે.  2019માં ભાજપે 23, શિવસેનાએ 18 અને NCPએ 4 બેઠકો જીતી હતી. કોંગ્રેસને સૌથી વધુ ફાયદો થયો. કોંગ્રેસે અહીં સૌથી વધુ બેઠકો જીતી