નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે આજે મતદાન થઇ રહ્યું છે. પશ્વિમ બંગાળની આઠ બેઠકો પર પણ આજે મતદાન છે. પરંતુ મતદાન શરૂ થાય તે અગાઉ પશ્વિમ બંગાળમાં લોહીયાળ ઘટના બની છે. બંગાળના ઝારગ્રામમાં ભારતીય જનતા પાર્ટીના બૂથ કાર્યકર્તાનો મૃતદેહ મળી આવ્યો છે. તેની ઓળખ રામેન સિંહ તરીકે થઇ છે. ભાજપના કાર્યકર્તા સિવાય ટીએમસીના એક કાર્યકર્તાનો મૃતદેહ પણ મળી આવ્યો છે. જ્યારે અન્ય બે ટીએમસી કાર્યકર્તાઓને ગોળી મારવામાં આવી છે.
એક રિપોર્ટ્સ અનુસાર, મિદનાપુરમાં બે ટીએમસી કાર્યકર્તાને ગોળી મારવામાં આવી છે. બંન્ને કાર્યકર્તાને તમલુકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે બેલ્દામાં ટીએમસીની ઓફિસ પર હુમલો થયો છે. ટીએમસીનો આરોપ છે કે આ હુમલો ભાજપને કરાવ્યો છે.
બંગાળના પૂર્વ આઇપીએસ ઓફિસર અને ઘાટલ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભારતી ઘોષનો આરોપ છે કે ટીએમસી કાર્યકર્તાઓએ તેમની સાથે ખરાબ વર્તન કર્યું છે. કેશપુરમાં ટીએમસી કાર્યકરોએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો.
બીજી તરફ ભાજપને આરોપ લગાવ્યો છે કે રામેન સિંહની હત્યા કરવામાં આવી છે. આ માટે ભાજપને ટીએમસી કાર્યકર્તાઓને જવાબદાર ગણાવ્યા હતા. જોકે, સ્થાનિક પોલીસે આ વાતનો ઇનકાર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રામેન સિંહ અગાઉથી બીમાર હતો અને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.
લોકસભા ચૂંટણીઃ છઠ્ઠા તબક્કાના મતદાન દરમિયાન બંગાળમાં બબાલ, TMC-BJPના કાર્યકર્તાઓની હત્યા
abpasmita.in
Updated at:
12 May 2019 09:01 AM (IST)
ભાજપના કાર્યકર્તા સિવાય ટીએમસીના એક કાર્યકર્તાનો મૃતદેહ પણ મળી આવ્યો છે. જ્યારે અન્ય બે ટીએમસી કાર્યકર્તાઓને ગોળી મારવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -