નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને ભાજપે વધુ 7 ઉમેદવારીની યાદી જાહેર કરી છે. જેમાં મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, પંજાબના 1-1 તથા દિલ્હીના 4 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે દિલ્હીની ચારેય બેઠકો પર વર્તમાન સાંસદોને જાળવી રાખ્યા છે.

દિલ્હીના ચાંદની ચોકથી ડો.હર્ષવર્ધન, નોર્થ-ઇસ્ટ દિલ્હીથી મનોજ તિવારી, પશ્ચિમ દિલ્હીથી પ્રવેશ વર્મા, દક્ષિણ દિલ્હીથી રમેશ બિધૂરીને રિપિટ કર્યા છે. જ્યારે પંજાબના અમૃતસરથી હરદીપ પુરી, મધ્યપ્રદેશના ઇન્દોરથી શંકર લાલવાણી અને ઉત્તરપ્રેદશના ગોસોઇથી હરિનારાયણ રાજભારને ટિકિટ ફાળવી છે.


લોકસભા ચૂંટણીઃ ગુજરાતની 26 બેઠકો પર કેટલા ઉમેદવારો વચ્ચે જામશે જંગ ?  જાણો વિગત

PM મોદીએ શ્રીલંકામાં થયેલા હુમલાની કરી નિંદા, જાણો શું કહ્યું