ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ ટ્વિટ કરીને કહ્યું, આ દુઃખદ ઘટના અંગે સાંભળીને આઘાત લાગ્યો. શ્રીલંકાના લોકો માટે હાલ આપણે પ્રાર્થના કરવી જોઈએ. વિશ્વમાં આ શું થઈ રહ્યું છે??? ભગવાન તેમની રક્ષા કરે....
ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, હાલના સમયે તમામે શ્રીલંકાના લોકો માટે પ્રાર્થના કરવી જોઈએ.
પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે કહ્યું, આતંકી ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે દુઃખની લાગણી વ્યક્ત કરું છું. શ્રીલંકામાં હાલ જે લોકો કપરી સ્થિતિમાં છે તેમના માટે પ્રાર્થના કરું છું.
PM મોદીએ શ્રીલંકામાં થયેલા હુમલાની કરી નિંદા, જાણો શું કહ્યું
શ્રીલંકામાં પાંચ ચર્ચ અને ત્રણ હોટલમાં સીરિયલ બ્લાસ્ટ, 156નાં મોત, 400 ઘાયલ